નોરા ફતેહીએ તાજેતરમાં જ કામ મેળવવામાં જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી હતી. નોરાએ કહ્યું, ‘શરૂઆતમાં મને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો, જે મારા માટે બિલકુલ સરળ ન હતું. પરંતુ આ પછી પણ મેં ક્યારેય હાર ન માની અને સખત મહેનત કરી. તેનું જ પરિણામ છે કે આજે મને સફળતા મળી છે. મેલબોર્નના ઈન્ડિયન ફેસ્ટિવલમાં રાજીવ મસંદ સાથે વાત કરતાં નોરાએ કહ્યું, ‘મને યાદ છે, હું એકવાર યશ રાજ ફિલ્મ્સ માટે ઓડિશન આપવા ગઈ હતી. મેં મારા ડાયલોગ અઠવાડિયા સુધી યાદ રાખ્યા. મને લાગ્યું કે મેં એક સરસ ઓડિશન આપ્યું છે. પરંતુ તેમણે મને પાછી બોલાવી નહોતી અને હું તેટલી સારી નથી તેમ કહીને પ્રતિભાવ આપ્યો હતો. આ સાંભળીને મેં ગુસ્સામાં મારો મોબાઈલ ફોન તોડી નાખ્યો. નોરાએ કહ્યું, સફળતા મેળવવાનો યોગ્ય સમય છે. જ્યારે તે સમય આવે છે ત્યારે બધા દરવાજા ખુલે છે. પરંતુ જો હું મારા માટે ન હોય તેવા દરવાજા ખોલવાનો પ્રયત્ન કરું તો તેનો કોઈ ફાયદો થશે નહીં. નોરાએ કહ્યું, જે પ્રોજેક્ટ્સ માટે મને રિજેક્ટ કરવામાં આવી હતી. તેને બહુ સફળતા મળી ન હતી. જ્યારે તે ફિલ્મો આવી ત્યારે તે ફ્લોપ ગઈ હતી અથવા ખૂબ જ ખરાબ હતી. ત્યારે મને થતું કે હે ભગવાન, આ ફિલ્મો માટે હું રડી હતી? મેં મારો ફોન તોડી નાખ્યો? કદાચ એ ફિલ્મ મારી કરિયર પણ બરબાદ કરી શકે, તેથી હવે હું તેને ઇગ્નોર કરતા શીખી ગઈ છું. નોરાએ કહ્યું, જ્યારે મોટાભાગના લોકો ઈન્ડસ્ટ્રીમાં આવે છે ત્યારે તેઓ વિચારે છે કે હું બહારથી આવી છું. હેન્ડલ કેવી રીતે થશે? પરંતુ હું માનું છું કે આત્મવિશ્વાસ અને સમર્પણ હોવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારી મહેનત તેમને વિચારવા મજબૂર કરે છે. આખરે આ છોકરી કોણ છે, તેને આટલો વિશ્વાસ કેવી રીતે? મારા પર વિશ્વાસ કરો, તે મારા માટે ખૂબ મદદરૂપ સાબિત થયું.