ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે મેચનો બીજો દિવસ છે અને પહેલા સેશનની રમત ચાલી રહી છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટે 99 રન બનાવ્યા છે. શુભમન ગિલ અને રિષભ પંત ક્રિઝ પર છે. ભારતીય ટીમે દિવસની શરૂઆત 86/4ના સ્કોરથી કરી હતી. રોહિત શર્મા 18 રન, યશસ્વી જયસ્વાલ 30, મોહમ્મદ સિરાજ 0 અને વિરાટ કોહલી 4 રન બનાવીને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ તરફથી સ્પિનર એજાઝ પટેલે 2 વિકેટ ઝડપી હતી. મેટ હેનરીને એક વિકેટ મળી હતી. જ્યારે સિરાજ રન આઉટ થયો હતો.