વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે બાઇક ચાલક સામ સામે ટકરાતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મોટરસાયકલના ટાયર અને અન્ય પાર્ટ્સ છૂટા પડી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત બાળક સયાજી હોસ્પિટલ ખસેડાયું
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સીમળી અને સેગવા ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સામસામે બે મોટરસાયકલ અથડાતા 3ના અકસ્માત સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાઆ અકસ્માતમાં એક બાળક ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. એક પરિવાર બાઈક પર પત્નીના પિયર જતો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માતમાં એક મોટરસાયકલ ઉપર 5 જ્યારે બીજી મોટરસાયકલ પર 2 વ્યક્તિ સવાર હતા. ડભોઇના વણાદરાથી શિનોરના સીમળી ગામે પોતાની સાસરીમાં જમાઈ આવતા હતા, તે દરમિયાન તેઓની સાથે 3 બાળકો પણ સવાર હતા. આ સાથે સામેથી આવતા બે શ્રમિક કે જેઓ મોટા ફોફળિયા ગામથી શિનોર તરફથી સેગવા તરફ જતા હતા, જેમાંથી એક પુરુષનું મોત નિપજ્યું છે. સામે બાઈક પર આવતા શ્રમિકોની બાઈક અથડાઈ
આ ઘટનામાં મૃતક મૂળ વણાદરાના હોવાનું સામે આવ્યું છે. જેમાં 30 વર્ષીય જમાઈ વસાવા દિનેશભાઇ અને તેમની પુત્રી અંદાજિત 8 વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે. સાથે એક શ્રમિક કે જે સામે આવી રહ્યો હતો. આ અકસ્માતમા કુલ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. આ મામલે શિનોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.