કોઈપણ નવું વર્ષ આવે એટલે ભક્તો, શ્રદ્ધાળુઓ નવા વર્ષે દેવી દેવતાઓના મંદિરે જઈ આવનારું વર્ષ સુખમય નીવડે એ માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળજીમાં નવા વર્ષના દિવસે ભકતોની ભારે ભીડ જામી હતી. આજથી નૂતન વર્ષ નીં શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તમામ વૈષ્ણવોનું સદા કલ્યાણ થાય ઉત્તરોત્તર દરેકની પ્રગતિ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરી હતી અને વર્ષના પ્રારંભમાં ભગવાનના દર્શનથી આખું વર્ષ ભક્તોના જીવનમાં સફળતાના શિખરો સર થાય એવો ભાવ વ્યક્ત કર્યો હતો. આજના નૂતન વર્ષે જેમ દરેક ભક્તો અવનવા કપડાં અને શણગાર સજીને નવા વર્ષની ઉજવણી કરે છે ત્યારે ભગવાનને પણ સુંદર મજાના આભૂષણો સાથે સોનાના શણગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયો દીપી ઉઠ્યો છે. ત્યારે ભગવાન પણ તમામ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા એ રીતે ભગવાન તમામનું તેજ પણ દીપી રહ્યું હતું. શામળાજી મંદિરમાં આજે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથો પણ કરવામાં આવે છે. આમ ખૂબ શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.