back to top
Homeગુજરાતસી.આર. પાટીલની કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી:2047 વિકસિત ભારત અને જળસંચય જન...

સી.આર. પાટીલની કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી:2047 વિકસિત ભારત અને જળસંચય જન ભાગીદારીના નામે દીપ પ્રગટાવવા પાટીલની લોકોને અપીલ

કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી. આર. પાટીલે આજે નવા વર્ષ પર પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા. તેઓએ લોકોને અપીલ કરી હતી કે, પોતાના ઘરે વિકસિત ભારત અને જલ સંસાધનને લઈ દીપ પ્રગટાવે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળવા આવ્યાં
આજે નવ વર્ષની શરૂઆત થઈ રહી છે, જેને લઇ રાજ્યના તમામ લોકોમાં ભારે ઉત્સાહ છે. પોતાના પ્રિયજનોને નવા વર્ષની શુભેચ્છા લોકો આપી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને મળવા આવ્યા હતા અને નવ વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ‘દરેક વ્યક્તિ સુધી સુખ-સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ.’
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ. દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments