દિવાળી પર્વ લઇને સુરતીઓમાં ઉત્સાહનું ઉદાહરણ સામે આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ જુદાજુદા પ્રકારે રામભક્તિ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં સોસાયટીમાં સ્ટુડન્ટ્સ ગ્રુપ દ્વારા રામ દરબારની થીમ ૫૨ 35 કિલો કલરથી રંગોળી બનાવવામાં આવી છે.જેને લઇને લોકોમાં વિશાળકાય રંગોળી નિહાળવાનું આકર્ષણ જોવા મળ્યું છે. રામ દરબારની થીમ ૫૨ રંગોળી
પુણા વિસ્તારના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં વિદ્યાર્થી ગ્રુપ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. સોસાયટીમાં સ્ટુડન્ટ્સ ગ્રુપ દ્વારા રામ દરબારની થીમ ૫૨ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં રામ, સીતા અને લક્ષ્મણની કૃતિ દર્શાવવામાં આવી હતી. 35 કિલો જેટલા કલરની રંગારંગ રંગોળી બનાવી હતું સ્ટુડન્ટ ગ્રુપ દ્વારા 12 કલાકની મહેનતે આહલાદક રંગોળી બનાવી છે. વારસો અને કલાનો સમન્વય
તુષાર ટાંકે જણાવ્યું હતું કે, હું એક રીલ્સ જોઈ રહ્યો હતો. ત્યારે વારસો અને કલાના સમન્વયથી ભગવાન રામ સાથે અયોધ્યાની થીમ પર રંગોળી બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ અમે મિત્રો એકઠા થયા હતા અને પુણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રંગોળી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 35 કિલો કલર અને ફૂલથી આ રંગોળી 12 કલાકે બનાવવામાં આવી હતી.