દિવાળીનો દિવસ હતો, સાંજનો સમય હતો. ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ હતી. ત્યાં જ એક મેસેજનો ફટાકડો ફૂટ્યો કે, ત્રણ એક્ટર્સ પોતાની સીરિઝ લઈને ઇન્ટરવ્યૂ માટે ઓફિસમાં આવ્યા છે. મેં જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી પૂછ્યું કે, ‘કોણ છે?’
યુ નો? કોણ હતું? ગેંગ્સ ઓફ વસેપુરથી મહારાણી જેવી હિટ સીરિઝ આપનાર હુમા કુરેશી, OTT પ્લેટફોર્મનો વન ઓફ ધી બેસ્ટ એક્ટર્સ નવીન કસ્તૂરીયા, જેણે એસ્પીરેન્ટ્સ અને પિચર્સ જેવી એક પછી એક હિટ સીરિઝ આપી છે એન્ડ એન્ડ એન્ડ… 90sની એક્ટ્રેસ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાણી…. હવે આટલા બેસ્ટ આર્ટિસ્ટ સામે બેઠા હોય એટલે વાતો કરવાની પણ મજા આવવાની હતી. (અને ધાર્યા કરતાં વધારે મજા આવી) અમે જલ્દીથી ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટુડિયોમાં પહોંચ્યા અને આ લિજેન્ડરી એક્ટર્સ સાથે ગપ્પાં ચાલુ કર્યા.
લાઇટ… કેમેરા… એક્શન… પ્રશ્ન : હુમા, કોઈ આપકી સીરિઝ કયું દેખેગા?
જવાબ : (હુમા) મીમનો કોનટેક્સ્ટ સમજતા હસતાં હસતાં કહે, ‘જો ન જોઈ હોય તો તમને ફોમો થવો જોઈએ. તમે કશું મિસ કર્યું છે. બટ ફીર ભી, જો ફર્સ્ટ સિઝન ન જોઈ હોય તો પણ તમે સેકન્ડ સિઝન જોઈ શકો છો, પણ જો પહેલી જોઈ હશે તો થોડી વધુ મજા આવશે. ફર્સ્ટ સિઝનમાં હું અને અવંતિકા સ્ટુડન્ટ પ્રોફેસર તરીકે હોઈએ છીએ અને હું અવંતિકા પર ચીટિંગનો ચાર્જ લગાઉ છું. બટ સેકન્ડ પાર્ટમાં તમને ખબર પડશે કે અમે બંને તો બહેનો જ હોઈએ છીએ. અને હવે નવીનની એન્ટ્રી થાય છે, આ ભાઈ આવીને મારા પર જ ચીટિંગનો ચાર્જ લગાવી દે છે.’ પ્રશ્ન : મીમ જુઓ છો તમે? (બધા આર્ટિસ્ટ એકદમ હસતાં હસતાં કહે, ઓબ્વીયસલી) હવે અત્યારે તો બધા જ મૂવીના સ્ક્રીન પ્લે અને સોંગમાં પણ કલ્ટ મીમનો યુઝ થાય છે, મૂવીઝમાં મીમને તમે કેટલા એપ્રિસિએટ કરો છો?
જવાબ : (હુમા) દરેક જનરેશન મુજબ લોકોને જે રીતે ગમે એ રીતે રાઇટિંગમાં ફરક પડતો હોય છે, અને પડવો પણ જોઈએ. લોકો તો જ રિલેટ કરી શકશે. હવે શેરો શાયરીના જમાના ગયા. હવે લોકો ઇન્સ્ટાગ્રામ, રિલ્સ અને મિમ્સમાં જ વધારે ધ્યાન આપે છે. તો લોકોને ખેંચવા માટે એમને જે ગમે એ જ આવશે ને. હા, પણ રાઇટિંગ પર થોડી વધારે મહેનત કરે તો પબ્લિક ખેંચવા આવું બધુ ન કરવું પડે, થોડી હજુ મહેનત થઈ શકે છે. હું ખુદ લખું છું, હમણાં જ મારી એક બુક ‘ઝીબા’ પબ્લીશ થઈ છે. પ્રશ્ન : હમણાં થોડા દિવસો પહેલા જ ફિલ્મ મેકર ‘વાસન બાલા’એ જિગરા મૂવીની કૉંટ્રોવર્સીના કારણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. ઓડિયન્સના ઓપીનીયનનો મેકર્સ પર આટલો બધો ફરક પડે છે?
જવાબ : (નવીન) થોડા સમય પહેલા મારા એક શોમાં જ મને લોકોની એટલી નફરત મળી હતી કે મને પણ દુ:ખ લાગ્યું હતું. લોકો જ્યારે કોમેન્ટ કરતાં હોય ત્યારે એ શું બોલે છે અને એની કેટલી અસર પડશે એ એમને પણ ખબર નથી હોતી. તમે કોઈને ક્રિટીસાઇઝ કરો તો પણ એમાં થોડી ડીગ્નીટી રાખો.
(હુમા) : હવે છે ને બધા પોતાના ઓપીનીયન લઈ લઈને બેસી ગયા છે અને બધી જ બાબતોમાં એમણે ઓપીનીયન આપવા હોય છે. જે બાબતે એમની પાસે નોલેજ ન હોય એ બાબતો એ પણ પોતાની ટંગડી ઊંચી રાખવી હોય છે. તમે તમારા કામથી કામ રાખો ને, બીજાના કામમાં કેમ તમારે ઓપીનીયન આપવા છે?’ પ્રશ્ન : નવીન, તમારા માટે કમ્ફર્ટ ઝોન શું છે? OTT કે મૂવીઝ?
જવાબ : હું ખાલી મારી એક્ટિંગ પર ફોકસ કરું છું, એ ક્યાં રીલીઝ થવાનું છે, એનાથી મને શું ફરક પડે? બસ મારે તો બેસ્ટ એક્ટિંગ કરવાની છે. પછી ભલે એ ક્યાંય પણ પબ્લીશ થાય. પ્રશ્ન : નવીન, તમારો બર્થ ઈન્ડિયા બહાર થયો છે. તો જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે તમને ત્યાં નેટિવ જેવુ ફિલ થાય છે?
જવાબ : મારો જન્મ ઈન્ડિયા બહાર થયો છે, પણ હું એક વર્ષનો થયો ત્યારથી અહી ઈન્ડિયામાં જ છું તો એવો કશો ફરક નથી પડતો. મારા પપ્પા નાઇજેરિયન હતા, એ અહિયાં આવ્યા, મારા મમ્મી સાથે લગ્ન કર્યા અને ત્યાં લઈ ગયા. મારો જન્મ થયો અને હું એક વર્ષનો થયો ત્યારથી અમે ફરી અહી આવી ગયા. પ્રશ્ન : અવંતિકા, તમારા મમ્મી અને તમારા ભાઈ બંને મોટા એક્ટર્સ છે. તો એમના પર્ફોમન્સનું તમારા પર પ્રેશર રહે છે?
જવાબ : આમ પબ્લિકનું કોઈ પ્રેશર નથી રહેતું. પણ અંદરથી થોડું રહે, કેમ કે મમ્મીએ આટલું સારું પર્ફોમન્સ કર્યું છે તો હું પણ થોડું એમના જેટલું કરી શકું. પણ હું એ પ્રેશર સાથે ક્યારેય સેટ પર નથી જતી.