ઈરાન અને તેના સાથી દેશો પરના હુમલા મામલે ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ ખામેનીએ શનિવારે ઇઝરાયલ અને અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી. ટ્વીટર પર પોસ્ટ કરતા ખામેનીએ લખ્યું કે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાનો બંને દેશોને કરારો જવાબ મળશે. ખામેનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના અધિકારીઓ ઇઝરાયલ પર વધુ એક હુમલાની ચેતવણી આપી ચૂક્યા છે. ખરેખરમાં ઇઝરાયલે 26 ઓક્ટોબરે ઈરાનના સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ઈરાનના ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ પણ ખામેનીએ એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં ખામેનીએ કહ્યું હતું કે ઇઝરાયલના હુમલાને ઓછો આંકવો જોઈએ નહીં. તેમણે ઇઝરાયલને ઈરાનના યુવાનોની તાકાત બતાવવાની પણ વાત કરી હતી. અમેરિકાએ કહ્યું- જો ઈરાન હુમલો કરશે તો અમે ઇઝરાયલને રોકી શકીશું નહીં ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી બાદ અમેરિકાએ કહ્યું કે જો ઈરાન હુમલો કરશે તો અમે ઇઝરાયલને જવાબી કાર્યવાહી કરતા રોકી શકીશું નહીં. મીડિયા હાઉસ એક્સિઓસે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર અમેરિકન અધિકારીઓએ આ અંગે ઈરાનના અધિકારીઓ સાથે સીધી વાત કરી છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર ઇઝરાયલની ગુપ્તચર એજન્સીના અધિકારીઓનું માનવું છે કે ઈરાને હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ઈરાન અને તેના સાથી દેશોને રોકવા માટે અમેરિકાએ પણ પોતાના B-2 બોમ્બરોને મિડલ ઈસ્ટમાં મોકલ્યા છે. પેન્ટાગનના પ્રેસ સેક્રેટરી જનરલ પેટ રાઈડરે શુક્રવારે આ જાણકારી આપી હતી. ઇઝરાયલે 100 ફાઈટર જેટથી ઈરાન પર હુમલો કર્યો ઇઝરાયલે 26 ઓક્ટોબરે 100થી વધુ ફાઈટર જેટથી ઈરાન પર હુમલો કર્યો હતો. આ હુમલો 1 ઓક્ટોબરે ઈરાનના હુમલાના પલટવાર તરીકે કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે સૌ પ્રથમ વખત સીરિયામાં રડાર ઠેકાણાઓ પર શરુઆતી હુમલો કર્યો હતો. આ પછી ઈરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર પર હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયલે ઈરાનની 20 ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેમાં મિસાઇલ ફેક્ટરીઓ અને લશ્કરી થાણાઓનો સમાવેશ થાય છે. હુમલા બાદ ઈરાનના અધિકારીઓએ કહ્યું કે તેમની પાસે ઇઝરાયલના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. જો કે ઈરાનને ઈઝરાયલ હુમલાનો જવાબ ન આપવાની અમેરિકાએ અપીલ કરી હતી. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ સંબંધિત આ સમાચાર પણ વાંચો… નેતન્યાહુએ કહ્યું- ઇઝરાયલે ઈરાનને ગંભીર નુકસાન પહોંચાડ્યુંઃ ખામેનીનો જવાબ- ઇઝરાયલને અમારા યુવાનોની તાકાત બતાવવી જરૂરી છે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર હુમલાને લઈને નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલના હુમલાથી ઈરાનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.