બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગ માટે હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસ પહોંચ્યો છે. વર્ષ 2025માં ઈદના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ ઐતિહાસિક સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મહેલ રોશની ઝળહળી ઉઠ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘સિકંદર’નું શૂટિંગ શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ અહીં પહોંચી ગઈ હતી. આ જગ્યા સલમાન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં તેની બહેન અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા હતા. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો
સલમાન ખાન ભારે સુરક્ષા સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. ગયા મહિને 12 તારીખે સલમાનના નજીકના બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટમાં સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી. અઠવાડિયામાં બે વાર મળી ધમકી
તાજેતરમાં જ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આ કેસમાં પોલીસે અગાઉ નોઈડામાં એક યુવકની ધરપકડ કરી હતી. બીજાની મુંબઈના બાંદ્રાથી ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મમાં રશ્મિકા અને કાજલ પણ છે
‘સિકંદર’ની વાત કરીએ તો તેનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના, સુનીલ શેટ્ટી અને કાજલ અગ્રવાલ પણ જોવા મળશે.