સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે ફરી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ વ્યવસ્થા કરી રહી છે. ભારે ભીડના કારણે પોલીસને સામાન પર લાઠી મારવાની ફરજ પડી રહી છે. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બાર કલાક પહેલાં લોકો સ્ટેશન પર પહોંચી ગયાં
સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાંથી લોકો અહીં રોજગારી મેળવવા માટે આવ્યા હોય છે. તહેવારના સમયે આ તમામ લોકો પોતાના વતન જતા હોય છે, જેને લઈને મોટો ધસારો ટ્રેનમાં જોવા મળતો હોય છે. ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો. ત્યારે છઠ્ઠ પૂજાના તહેવારને લઈને ફરી ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સુરત રેલ્વે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર વધારે ભીડ થઈ રહી છે. બાર-બાર કલાકથી લોકો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે. દિવાળી પહેલા પણ ત્રણ દિવસ ભારે ભીડ રહી હતી, જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે. યુપી-બિહાર સહિતના મુસાફરોની મોટી ભીડ
આજે સતત બીજા રવિવારના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. 12-12 કલાકથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા. વતન જવા માટે મુસાફરોની લાંબી લાઈનો થઈ ગઈ હતી, જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ભીડને કાબુમાં લેવા માટે પોલીસને પણ થોડો હળવો બળ પ્રયોગ કરવો પડી રહ્યો છે. આજે સુરત/ઉધના/વાપી/વલસાડથી ઉપડતી ટ્રેનો
1. ટ્રેન નંબર 05116 ઉધના-છપરા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ઉધનાથી 10.00 કલાકે ઉપડશે.
2. ટ્રેન નંબર 05018 ઉધના-મૌ સ્પેશિયલ ઉધનાથી 15.00 કલાકે ઉપડશે.
3. ટ્રેન નંબર 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ઉધનાથી 16:15 કલાકે ઉપડશે.
4. ટ્રેન નંબર 09041 ઉધના-છપરા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ઉધનાથી 11.15 કલાકે ઉપડશે.
5. ટ્રેન નંબર 09057 ઉધના-મેંગલુરુ સ્પેશિયલ ઉધનાથી 20:00 વાગ્યે ઉપડશે.
6. ટ્રેન નંબર 09039 ઉધના-જયનગર સ્પેશિયલ ઉધનાથી 07.25 વાગ્યે ઉપડશે.