દેશમાં કાયદો સમાન છે, ગુનાની સજા સમાન છે, કોર્ટની કામ કરવાની રીત સમાન છે, ત્યારે ગુજરાત ATS ડ્રગ્સના કેસમાં લોરેન્સ બિશ્નોઈને ભટિંડાથી અમદાવાદ લઈ જઈ શકે છે, તો પછી બાકીના રાજ્યોની પોલીસ કેમ તેને સાબરમતી જેલમાંથી બહાર કાઢીને પોતપોતાના કેસ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાજ્યમાં લઈ જઈ શકતી નથી? લોરેન્સ બિશ્નોઇ ના તો જેલમાંથી બહાર આવ્યો છે, ના તો કોઇ તેને મળવા આવ્યું છે. તો પછી દેશના સૌથી ચર્ચિત મર્ડર કેસ બાબા સિદ્કી હત્યા કેસથી લઇને સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિત કેનેડા કેમ લોરેન્સને ભારતીય એજન્ટ્સ સાથે જોડે છે? 24 ઓગસ્ટ, 2023એ લોરેન્સ બિશ્નોઈ ભટિંડા જેલમાંથી સાબરમતી જેલમાં પહોંચતાની સાથે જ ગૃહ મંત્રાલયે ઉતાવળમાં લોરેન્સ પર તત્કાલીન CRPCની કલમ 268 લગાવી દીધી. ત્યારે તે એક વર્ષ માટે હતી. હજુ બે મહિના પહેલાં જ જેવું ઓગસ્ટમાં વર્ષ પૂરું થયું, ગૃહ મંત્રાલયે લોરેન્સને જેલમાંથી બહાર નીકાળવા પર પ્રતિબંધ મુકતી આ કલમને ઓગસ્ટ 2025 સુધી લંબાવી દીધી છે. CRPCની કલમ 268ના કારણે ઓગસ્ટ 2025 સુધી સાબરમતી જેલ લોરેન્સ બિશ્નોઇનું સરનામું બની રહેશે. તો આવો જાણીએ કયા કારણોથી CRPCની કલમ 268 લગાવાઈ છે અને આ કલમ એક ગેંગસ્ટરનું સુરક્ષા કવચ કેવી રીતે બની રહી છે. લોરેન્સ વિરુદ્ધ 79 કેસ નોંધાયેલા
લોરેન્સ વિરુદ્ધ 79 કેસ નોંધાયેલા છે. 10 કેસમાં તેની ધરપકડ કરવી પોલીસ માટે જરૂરી છે. કોર્ટમાં 40 કેસ પેન્ડિંગ છે. લોરેન્સ બિશ્નોઈને છેલ્લા 14 મહિનાથી જેલમાંથી બહાર કાઢવામાં જ નથી આવ્યો. તેમજ ભારતના કોઈપણ રાજ્યની પોલીસ તેને આગામી 12 મહિના સુધી પૂછપરછ માટે જેલમાંથી બહાર નહીં લઇ જઇ શકે. હકીકતમાં, ભારતના ગૃહ મંત્રાલયે એક વિશેષ કાયદાકીય કલમ લગાવી છે જેનાથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ઓગસ્ટ 2025 પહેલા ગુજરાતની સાબરમતી જેલમાંથી બહાર લઈ જઈ શકાશે નહીં. લોરેન્સ બિશ્નોઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે
દેશની કુલ 1319 જેલોમાંથી જો દરેકની નજર કોઇ એક જેલ પર છે તો તે આ સાબરમતી જેલ છે. એવું કહેવાય છે કે ગુજરાતની કુલ 16 જેલોમાંથી આ એક સેન્ટ્રલ જેલ છે. પરંતુ આ એ જ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ છે, જે હાલના દિવસોમાં પોલીસ અને મીડિયાએ બનાવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું સરનામું છે. હાલમાં આ જેલમાં લગભગ 2600 કેદીઓ બંધ છે અને લોરેન્સ બિશ્નોઈ તે 2600માંથી એક છે. 14 મહિનાથી જેલની આ ખોલીમાં એકલો બંધ છે લોરેન્સ
સાબરમતી જેલમાં મુખ્ય રીતે બે ભાગ છે, જેમાં એક નવી જેલ અને જૂની જેલ. જૂની જેલ છે એમાં બડા ચક્કર અને છોટા ચક્કર એમ ભાગ પાડવામાં આવેલા છે. લોરેન્સને 10 ખોલીમાં રાખવામાં આવ્યો છે, જેમાં 10 ઓરડા છે. આ આખી જગ્યામાં માત્ર લોરેન્સને જ રાખવામાં આવ્યો છે. જેલનો હાઇ સિક્યોરિટી ઝોન
અહીં કેદીને હાઈ સિક્યોરિટી ઝોન તરીકે ટ્રીટ કરવામાં આવે છે, જેમાં પેટ્રોલિંગ અને ઓન ડ્યૂટી ગાર્ડ્સ બદલાતા રહે છે. લોરેન્સને આ ઝોનની બહાર નીકળવા દેવામાં આવતો નથી. તેને પલંગ આપવામાં આવ્યો છે. તેને જેલનું જ ભોજન ખાવું પડે છે. અહીં કોઈ મુલાકાતીને પરમિશન નથી. છેલ્લા 14 મહિનાથી તે કોઇને મળ્યો નથી
લોરેન્સ છેલ્લા 14 મહિનાથી એકલો રહે છે. છેલ્લા 14 મહિનામાં લોરેન્સને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો ત્યારથી કોઈ બહારની વ્યક્તિ તેને મળી નથી. આ 14 મહિના દરમિયાન ન તો તેના પરિવારના સભ્યો ક્યારેય તેને મળવા આવ્યા, ન તો કોઈ બહારના વ્યક્તિને મળવા દેવામાં આવ્યા, ન તો તે પોતે જેલમાંથી બહાર આવી કોઈ અન્ય કોર્ટમાં હાજર થયો. એટલું જ નહીં, આ 14 મહિનામાં તે ક્યારેય પોતાના વકીલને રૂબરૂ મળી શક્યો નહોતો. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલીક બેઠકો થઈ હતી. આ કેસને લઈને વકીલ સાથે થોડી ચર્ચા પણ થઈ હતી. પરંતુ આ બધું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયું. એટલે કે એક જ લાઇનમાં સાબરમતી જેલમાં આવ્યા બાદ છેલ્લા 14 મહિનાથી જેલના કેટલાક સ્પેશિયલ સ્ટાફને છોડીને લોરેન્સ એકલો જ રહ્યો છે. આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ જેલમાં કેવી રીતે રહે છે?: પાકિસ્તાની બોટમાંથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું
2023ની શરૂઆતની વાત છે. ત્યારે લોરેન્સ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ હતો. અહીં, લોરેન્સ ભટિંડા જેલમાં હતો અને બીજી તરફ ગુજરાતની ATS એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ડ્રગ્સ કેસ અને ડ્ર્ગ્સ સિન્ડિકેટ કેસની તપાસ કરી રહી હતી. હકીકતમાં, 14 સપ્ટેમ્બર, 2022એ ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લામાં બંદર નજીક એક પાકિસ્તાની બોટને પકડી હતી. અલ-તય્યાસા નામની આ પાકિસ્તાની બોટમાંથી લગભગ 200 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું. લોરેન્સ 24 ઓગસ્ટ 2023થી સાબરમતી જેલમાં બંધ
આ કેસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ભારતમાં ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ સાથે લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન છે. આ કેસ મોટો હોવાથી અને લોરેન્સની પૂછપરછ કરવી જરૂરી હોવાથી ગુજરાત ATSએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લોરેન્સને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવા અરજી કરી હતી. અરજી મંજૂર થતાં જ તેને 24 ઓગસ્ટ 2023ના રોજ ભટિંડાથી ગુજરાતની નલિયા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. અને 24 ઓગસ્ટ, 2023થી અત્યાર સુધી લોરેન્સ બિશ્નોઈ આ જેલમાં બંધ છે. જો કે ગુજરાત એટીએસ તેને તેના કેસમાં પૂછપરછ માટે દિલ્હીથી ગુજરાતમાં લઈ ગઈ હતી, પરંતુ વિવિધ રાજ્યોમાં નોંધાયેલા 10 કેસમાં ધરપકડ વોરંટ હોવા છતાં, કોઈપણ રાજ્યની પોલીસ લોરેન્સને સાબરમતી જેલમાંથી બહાર કાઢીને પૂછપરછ માટે લઈ જઈ શકી ન હતી. ગેંગસ્ટર સામે 79 કેસ નોંધાયેલા છે
લોરેન્સ વિરુદ્ધ પાંચ રાજ્યોમાં કુલ 79 કેસ નોંધાયેલા છે. જેમાં મોટાભાગે છેડતી, ધમકીઓ, જાનથી મારી નાખવાનો પ્રયાસ, હત્યા, અપહરણ વગેરે જેવા કેસો નોંધાયેલા છે. આ 79 કેસોમાંથી 40 કેસ એવા છે જે હજુ પણ દેશના વિવિધ રાજ્યોની કોર્ટમાં ચાલી રહ્યા છે. 10 કેસોમાં કોઈ ધરપકડ કરવામાં આવી ન હોવાથી, ટ્રાયલ હજુ પણ શરૂ થવાની રાહ જોઈ રહી છે. આવા 9 કેસ હતા જેમાં લોરેન્સને અલગ-અલગ અદાલતોએ નિર્દોષ જાહેર કર્યો છે. તેને 2 કેસમાં સજા થઈ છે. 79માંથી બાકીના કેસ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ પણ વાંચો: એક વર્ષમાં લોરેન્સના નામે 3 મોટા ગુના નોંધાયા દેશમાં કાયદો એક તો, લોરેન્સ માટે અલગ કેમ?
હવે સવાલ એ છે કે જ્યારે દેશમાં કાયદો સમાન છે, ગુનાની સજા સમાન છે, કોર્ટની કામ કરવાની રીત સમાન છે, ત્યારે ગુજરાત એટીએસ ડ્રગ્સના કેસમાં લોરેન્સ બિશ્નોઈને ભટિંડાથી અમદાવાદ લઈ જઈ શકે છે, તો પછી બાકીના રાજ્યોની પોલીસ કેમ તેને સાબરમતી જેલમાંથી બહાર કાઢીને પોતપોતાના કેસ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાજ્યમાં લઈ જઈ શકતી નથી? જો કારણ એ છે કે સાબરમતી સૌથી સુરક્ષિત જેલ છે અને અહીંથી લોરેન્સ મોબાઇલ દ્વારા તેની ગેંગનો સંપર્ક કરી શકતો નથી, તો આ કારણ પણ વાહિયાત છે. લોરેન્સે પાકિસ્તાની ડ્ર્ગ્સ માફિયાઓ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી
તમને એક ઓડિયો યાદ હશે. જેમાં અવાજ અતીક અહેમદનો હતો. અતીક અહેમદ પણ એ જ સાબરમતી જેલમાં બંધ હતો જેમાં લોરેન્સ હાલમાં બંધ છે. અને તે પણ ફોન પર જ અહીંથી પોતાની ગેંગ ચલાવતો હતો. જો આપણે હવે વીડિયો કોલની વાત કરીએ તો તે આ વર્ષે જૂનમાં સામે આવ્યો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બેસીને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા સાથે વાત કરી રહ્યો હતો. તેમને ઈદની શુભકામનાઓ આપી રહ્યો હતો. સાબરમતી જેલ કેટલી સુરક્ષિત છે તે બતાવવા માટે આ બે બનાવો પૂરતા છે. CRPCની કલમ 267માં શું?
તો સવાલ એ છે કે લોરેન્સ છેલ્લા 14 મહિનાથી આ સાબરમતી જેલમાંથી કેમ બહાર આવ્યો નથી? અથવા તેને બહાર કાઢવામાં આવ્યો નથી? તો આની પણ એક કહાની છે. CRPCની કલમ 267 એ જણાવે છે કે ટ્રાયલ દરમિયાન ગુનેગારને ક્યારે, કેવી રીતે અને શા માટે કોર્ટમાં રજૂ કરવો પડે છે. આપણા દેશની ન્યાયિક પ્રક્રિયા હેઠળ પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે અને પછી તેમને કોર્ટમાં રજૂ કરે છે. બાદમાં સાક્ષીઓ અને પુરાવાઓના આધારે કોર્ટ નક્કી કરે છે કે પોલીસ દ્વારા પકડાયેલ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ. CRPC ગુનેગારો માટે આ પ્રક્રિયા સમજાવે છે
તેનો અર્થ એ છે કે કોઈપણ ગુનાનો નિર્ણય કોર્ટમાં જ થાય છે. CRPCની આ કલમ 267 હેઠળ આપણો કાયદો પોલીસને ગુનેગારોને કોર્ટમાં રજૂ કરવાનો અધિકાર આપે છે. જો ગુનેગાર અન્ય કોઈ રાજ્યનો હોય અને તેણે અન્ય જગ્યાએ ગુનો કર્યો હોય, તો આ કલમ પોલીસને તે રાજ્યની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને પૂછપરછ માટે અથવા ટ્રાયલ માટે તેમના રાજ્યમાં લઈ જવાનો અધિકાર આપે છે. એટલે કે જો લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન કે મુંબઈમાં કોઈ ગુનો કર્યો હોય તો આ તમામ રાજ્યોની પોલીસ તેને પૂછપરછ માટે કે કાર્યવાહી માટે પોતપોતાના સ્થળે લઈ જવા બંધાયેલી છે. CRPCની કલમ 268 લોરેન્સનું સુરક્ષા કવચ બની ગઇ?
તો પછી આટલા કેસો હોવા છતાં છેલ્લા 14 મહિનાથી લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાંથી કેમ બહાર નથી આવ્યો? અન્ય રાજ્યની પોલીસ તેને પૂછપરછ કે ટ્રાયલ માટે તેમના રાજ્યમાં કેમ ન લઇ ગઇ? તો જેમ CRPCની કલમ 267 ગુનેગારને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ જવા, પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવા અથવા તેને કોર્ટમાં રજૂ કરીને કેસ ચલાવવાની મંજૂરી આપે છે, તેનાથી વિપરીત, CRPCની કલમ 268 આ તમામ અધિકારો પર રોક લગાવે છે અને CRPC આ કલમ 268 આ સમયે લોરેન્સ બિશ્નોઈ માટે સૌથી મોટું સુરક્ષા કવચ છે. જોકે, નવા IPC અને CRPCમાં આ કલમનું નામ અને નંબર બંને બદલાયા છે. પરંતુ અધિકારો સમાન છે. હવે સવાલ એ છે કે કલમ 268નું સુરક્ષા કવચ માત્ર લોરેન્સ માટે જ કેમ? અને આ કલમ લોરેન્સ પર શા માટે લાદવામાં આવી? કલમ 268 લાગુ કરવાના 3 કારણો
હકીકતમાં, CRPCની કલમ 268 હવે નવા કાયદા હેઠળ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 303માં પરિવર્તિત થઈ ગઈ છે. કાયદો કહે છે કે આ કલમ કોઈપણ ગુનેગાર પર માત્ર 3 સંજોગોમાં જ લગાવી શકાય છે. ગૃહ મંત્રાલયે આ રીતે લગાવી હતી CRPCની કલમ 268
તો આ કલમના આ ત્રણ કારણોને લીધે લોરેન્સ બિશ્નોઈને છેલ્લા 14 મહિનાથી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. 24 ઓગસ્ટ, 2023એ લોરેન્સ બિશ્નોઈ ભટિંડા જેલમાંથી સાબરમતી જેલમાં પહોંચતાની સાથે જ ગૃહ મંત્રાલયે ઉતાવળમાં લોરેન્સ પર તત્કાલીન CRPCની કલમ 268 લગાવી દીધી હતી. ત્યારે તે એક વર્ષ માટે હતી. હજુ બે મહિના પહેલાં જ જેવું ઓગસ્ટમાં વર્ષ પૂરું થયું, ગૃહ મંત્રાલયે લોરેન્સને જેલમાંથી બહાર નીકાળવા પર પ્રતિબંધ મુકતી આ કલમને ઓગસ્ટ 2025 સુધી લંબાવી દીધી છે. એટલે કે, આવતા વર્ષના ઓગસ્ટ મહિના સુધી ભારતની કોઈ એજન્સી, કોઈ રાજ્યની પોલીસ તેને તેમના રાજ્યમાં બોલાવી કે લાવી શકશે નહીં અને લોરેન્સ અથવા તેની ગેંગ દ્વારા કરવામાં આવેલા કોઈપણ ગુના માટે તેની પૂછપરછ કરી શકશે નહીં. તેમજ કોઈપણ કોર્ટમાંથી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ શકાશે નહીં. લોરેન્સ ઓગસ્ટ 2025 સુધી સાબરમતી જેલમાં રહેશે
ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે લોરેન્સ સામેના 79 કેસનો નિકાલ કેવી રીતે થશે? અથવા જે રાજ્યોમાં લોરેન્સની અલગ-અલગ કેસમાં પૂછપરછ કરવાની જરૂર છે તે રાજ્યોની પોલીસ તેની પૂછપરછ કેવી રીતે કરશે? તેથી, આ જ કલમ જણાવે છે કે જે રાજ્યમાં જે પણ કેસમાં સંડોવાયેલ હોય તે માટે લોરેન્સની પૂછપરછ કરવી હોય, તો તે રાજ્યની પોલીસે કોર્ટની પરવાનગી લઈને આ સાબરમતી જેલમાં આવવું પડશે અને આ જેલની અંદર જ લોરેન્સની પૂછપરછ કરવામાં આવશે. આ સમય દરમિયાન જો લોરેન્સ સામે કોઈપણ કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય અને તેમાં લોરેન્સની હાજરી જરૂરી હોય, તો આવી સ્થિતિમાં તે સાબરમતી જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તે કેસનો ભાગ બનશે. એટલે કે, કોઈપણ સંજોગોમાં, ઓછામાં ઓછા ઓગસ્ટ 2025 સુધી લોરેન્સનું કાયમી સરનામું સાબરમતી જેલ હશે. આ પણ વાંચો: ભારત-કેનેડા વિવાદનું મુખ્ય કારણ લોરેન્સ કેમ?