પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રોહિત બલના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ હાજરી આપી હતી. રોહિત બલનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. 2010માં હાર્ટ એટેક આવ્યા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી પણ થઈ હતી. રોહિત બલને 2001 અને 2004માં ઈન્ટરનેશનલ ફેશન એવોર્ડ્સમાં ‘ડિઝાઈનર ઓફ ધ યર’ પસંદ કરવામાં આવ્યો હતો. ફેશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FDCI)ના પ્રમુખ સુનીલ સેઠીએ કહ્યું- તેને (રોહિત)ને હાર્ટ એટેક આવ્યો હતો. રોહિત એક લિજેન્ડ હતો. અમે સંપૂર્ણપણે હચમચી ગયા છીએ. બીમારીના કારણે ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ડિસેમ્બર 2023 માં, રોહિતને હૃદય સંબંધિત સમસ્યાને કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે 2024ની શરૂઆતમાં કમબેક કર્યું. ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાયેલ લેક્મે ઈન્ડિયા ફેશન વીક તેનો છેલ્લો શો હતો.