ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રોમાંચક સ્થિતિમાં છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ત્રીજા દિવસની રમત રવિવારે સવારે 9.30 વાગ્યે શરૂ થશે. આજે ભારતીય ટીમ વહેલી તકે એક વિકેટ મેળવવા ઈચ્છશે તો ન્યુઝીલેન્ડની ટીમ લીડ વધારવા માંગશે. શનિવારની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. ટીમે 143 રનની લીડ મેળવી લીધી છે. એજાઝ પટેલ નોટઆઉટ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ન્યૂઝીલેન્ડ પર માત્ર 28 રનની લીડ લઈ શકી હતી. તે જ સમયે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 235 રન બનાવ્યા હતા. જાડેજાએ 4 વિકેટ અને અશ્વિને 3 વિકેટ, યંગની ફિફ્ટી ન્યૂઝીલેન્ડ માટે વિલ યંગે બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. તેણે 100 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ 26, ડેવોન કોનવે 22, ડેરીલ મિશેલ 21 અને મેટ હેનરીએ 10 રન બનાવ્યા હતા. બાકીના 4 બેટર ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. બીજી ઈનિંગમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેણે અત્યાર સુધી 9 વિકેટ ઝડપી છે, તેણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. ભારત માટે ગિલે પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા હતા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુભમન ગિલ (90 રન) અને રિષભ પંત (60 રન)એ અડધી સદી ફટકારી હતી. એજાઝ પટેલે 5 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ પ્રથમ દાવમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.