લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં નુતન વર્ષના આરંભ સાથે જ વહેલી સવારથી અહીં મોટી સંખ્યામાં યાત્રિકોએ માતાજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી, તો બીજી તરફ અહીંના આ યાત્રાધામમાં મોડી સાંજે માં આશાપુરા માતાજીની મધ જાગીર અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજા બાવાએ માતાજીની આરતી ઉતારી હતી. અહીં સંધ્યા આરતીમાં મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આરતીનો લાભ લીધો હતો. નુતન વર્ષના આરંભની સાથે જ અહીં મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને બજારમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. અંદાજિત 30 હજાર કરતાં પણ વધુ યાત્રિકોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. અહીં આવેલા મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને જાગીર ટ્રસ્ટ ના રૂમો તેમજ અહીંના ગેસ્ટ હાઉસમાં પણ રહેવા માટે સાંજે હાઉસફુલ ના પાટીયા લાગી ગયા હતા. માતાના મઢમાં આવેલા ભાવિકોએ બપોરે તેમજ સાંજે માતાનામઢ જાગીર ટ્રસ્ટના આંધ ક્ષેત્રમાં ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો. નવા વર્ષને લઈને મળી જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ તેમજ મંદિરના પૂજારી ગજુભા ચૌહાણ અહીં આવેલા યાત્રિકોને નવા વર્ષની શુભેચ્છા આપી હતી