back to top
Homeગુજરાતયુરોપિયન સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી:સૂર્યમાંથી નીકળતા ચુંબકીય કણોનું 11 વર્ષથી...

યુરોપિયન સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી:સૂર્યમાંથી નીકળતા ચુંબકીય કણોનું 11 વર્ષથી કરે છે સંશોધન, એક પણ કણ અવકાશયાત્રીને સ્પર્શે તો મિનિટોમાં કેન્સર થઈ શકે

સુરતના સ્પેસ સાયન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી રિસર્ચર અને ઈસરોના સ્પેસ એજ્યુકેટર લવ કારીઆના સૂર્યના ચુંબકીય કણ પરના રિસર્ચ કોરોનલ માસ ઈજેક્શન ફ્રોમ ધ સનની યૂરોપના પોર્ટુગલ યુરોપિયન સ્પેસ વેધર વીક-2024માં પસંદગી થઈ હતી. આ કાર્યક્રમમાં ભારતમાંથી બે રિસર્ચરની પસંદગી થઈ હતી, જેમાંનો એક સુરતનો લવ કારીઆ પણ છે. તેઓ યુરોપના પોર્ટુગલ જઈને યુરોપિયન સ્પેસ વેધર વીક-2024માં પોતાનું સંશોધનપત્ર રજૂ કરશે. 7 વર્ષથી સ્પેસ સાયન્સ ટેક્નોલોજીના રિસર્ચર તરીકે કામ કરે છે
સુરતના સ્પેસ સાયન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી રિસર્ચરમાં લવ કારીઆ 7 વર્ષથી સ્પેસ સાયન્સ ટેક્નોલોજીના રિસર્ચર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઈસરોમાં ઈસરો સ્પેસ એજ્યુકેટર તરીકેની ફરજ પણ બજાવે છે. લવ કારીઆએ સૂર્ય પરના પડેલા ખાડાઓમાંથી નીકળતા ચુંબકીય કણો પર ‘કોરોનલ માસ ઈજેશન ફોમ ધ સન’ શીર્ષક હેઠળ 2022થી એટલે કે છેલ્લા બે વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચમાં તેણે ચુંબકીય કણોથી થતી અસરો અને તેની ઝડપી ગતિ તથા ચુંબકીય કણો ઉત્પન્ન કઈ રીતે થાય? તે તમામ વિગતો પર રીસર્ચ કર્યું છે. સૂર્યની અંદરના ખાડાઓ અને ચુંબકીય કણની ગતિ એકબીજાથી જોડાયેલી છે
સૂર્યની સપાટી પર મોટા ખાડા પડેલા છે. આ ખાડાઓમાંથી કાળા કલરની પટ્ટી જેવું કંઈક નીકળે છે, જેને ચુંબકીય કણ કહેવાય છે. આ ચુંબકીય કણ સૂર્ય પરથી નીકળીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પહોંચે ત્યારે તેની ગતિ 300થી 3000 કિમી પ્રતિ સેકન્ડની હોય છે. આ ચુંબકીય કણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય ત્યારે તે સેટેલાઈટને નુકસાન કરી શકે છે અને ચક્રવાત પણ પેદા કરી શકે છે. લવ કારીઆએ આ કણોની તપાસ કરીને કે, આનો સ્વભાવ કેવો હોય છે? તે ક્યારે અને કેવી રીતે ટકરાઈ શકે છે? તે તમામ માહિતીની તપાસ કરી હતી. આ તપાસમાં એક પેટર્ન બહાર આવી છે. જેમાં સૂર્યની અંદરના ખાડાઓ અને ચુંબકીય કણની ગતિ એકબીજાથી સંકળાયેલી હોય છે. યુરોપમાં રિસર્ચર લવ કારીયાના રિસર્ચની પસંદગી થઈ
આ તપાસ અંગે વાત કરતા વધુમાં તેઓએ જણાવ્યું કે, સૂર્યમાંથી જેટલા ચુંબકીય કણો નીકળે તેટલી તેની ગતિ વધતી જાય છે. જોકે, આ રિસર્ચની વિગતો નાસા અને સોલર એન્ડ હીલિયો સ્પેરિક ઓબજર્વેટ્રી (સોહો) દ્વારા આપવામાં આવી હતી. 19, ઓગસ્ટ 2024માં રિસર્ચર લવે યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સીમાં ‘કોરોનલ માસ ઈજેશન ફ્રોમ ધ સન’નું રિસર્ચ મેઈલ કર્યું હતું. ભારતમાંથી ઘણા લોકોએ વિવિધ વિષયો પર રિસર્ચ મોકલ્યા હતા. આ સાયન્ટિફિક કોમ્યુનિટીમાં રિસર્ચ પ્રેઝન્ટેશન દર વર્ષે થાય છે. જેમાંથી ભારતના બે રિસર્ચર પૈકી સુરતના લવ કારીયાના રિસર્ચની પસંદગી થઈ છે. લવ કારીયા યુરોપના પોર્ટુગલમાં યુરોપિયન સ્પેસ વેધર વીક-2024 અંતર્ગત 4થી 8 નવેમ્બરના ચાર દિવસીય કાર્યક્રમમાં રિસર્ચ વિશેનું પ્રદર્શન કરશે. X ક્લાસ ફલેર્સ ચુંબકીય કણ 183 વખત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય છે
લવ કારીયાએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં સૂર્યના ચુંબકીય કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં 1926 વખત ટકરાયા. તેણે સૂર્યના ચુંબકીય કણ પરનું રિસર્ચ 2008થી 2019 દરમિયાનનું કર્યુ છે. ચુંબકીય કણો પણ પાંચ પ્રકારના હોય છે, જેમાં A, B, C અને M ચાર ચુંબકીય કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય તો ગંભીર સમસ્યાઓ સર્જાતી નથી પણ પાંચમું X ક્લાસ ફલેર્સ ચુંબકીય કણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય તો અવકાશમાં ફરતી સેટેલાઇટને પણ નુકસાન કરી શકે છે. આ ઉપરાંત જો એસ્ટ્રોનોટને આ કણ સ્પર્શ થાય તો તેને મિનિટોમાં તેને કેન્સર થઈ શકે છે. આવા X ક્લાસ ફલેર્સ ચુંબકીય કણ 183 વખત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments