વલસાડના ધરમપુર તાલુકામાં આંબાતલાટ ગામમાં રહેતા ખેડૂતની વૃદ્ધા માતા અસ્થક્ત થતા ઘરના ઓટલા ઉપર ઊંઘી રહી હતી. ત્યારે 2જી નવેમ્બરના રોજ ભાઈ બીજના દિવસે વહેલી સવારે ઘર નજીકના જંગલ વિસ્તારમાંથી કદાવર દીપડો શિકારની શોધમાં ખેડૂતના ઘર પાસે આવી પહોંચ્યો હતો. ઘરના ઓટલા ઉપર સુતેલી વૃદ્ધા ઉપર દીપડો ત્રાટક્યો હતો. વૃદ્ધા ઉપર દીપડાએ અચાનક હુમલો કરતા બચાવવા માટે વૃદ્ધાએ બૂમ મારી હતી. દીપડાએ વૃદ્ધાનું ગળું પકડી ઘરથી દૂર જંગલ તરફ લઈને જતો રહ્યો હતો. પરિવારના સભ્યોએ વૃદ્ધાનો અવાજ સાંભળતા ઘરની બહાર આવીની ચેક કરતા વૃદ્ધા મળી આવી ન હતી. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોની મદદ લઈને ચેક કરતા વૃદ્ધા જંગલ તરફ આવતા એક ખેડૂતની જમીનમાં વૃદ્ધાનું મોઢું અને બીજા ખેડૂતના ખેતરમાંથી ધડ મળી આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈને વન વિભાગની ટીમે 10 જેટલા પાંજરા અને CCTV કેમેરા તેમજ વલસાડ ઉત્તર, દક્ષિણ અને ડાંગ વન વિભાગની ટીમને આંબાતલાટ જંગલ વિસ્તારમાં દીપડાને પાંજરે પુરવા કામગીરી સોંપવામાં આવી હતી. દરમિયાન રવિવારે રાત્રે જે જગ્યાએ વૃદ્ધાનું ધડ મળ્યું હતું ત્યાં મુકેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા દીપડાનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આંબાતલાટ ગામમાં રહેતા ખેડૂત નવીનભાઈ કાળધાભાઈ ચૌધરીની 67 વર્ષની વૃદ્ધ માતા સોનાઇબેન ચૌધરી અસ્થક્ત થતા ઘરના ઓટલા ઉપર ઊંઘતી હતી. 2જી નવેમ્બર 2024ના રોજ ભાઈ બીજના દિવસે વહેલી સવારે ઘર નજીકના જંગલ વિસ્તારમાંથી કદાવર દીપડો શિકારની શોધમાં આંબાતલાટ ગામમાં આવી પહોંચ્યો હતો. નવીનભાઈ ચૌધરીના ઘર પાસે આવી પહોંચ્યો હતો. જ્યાં ઘરના ઓટલા ઉપર સુતેલી વૃદ્ધ માતા સોનાઇબેન ચૌધરી ઉપર દીપડો ત્રાટક્યો હતો. વૃદ્ધ સોનાઈબેન ઉપર દીપડાએ અચાનક એટેક કરતા બચાવવા માટે બૂમ મારી હતી. દીપડાએ વૃદ્ધ સોનાઈબેનનું ગળું પકડી ઘરથી દૂર જંગલ તરફ લઈને જતો રહ્યો હતો. પરિવારના સભ્યોએ વૃદ્ધાનો અવાજ સાંભળતા ઘરની બહાર આવીની ચેક કરતા વૃદ્ધા મળી આવી ન હતી. ઘરની આજુબાજુમાં અંધારું હોવાથી પરિવારના સભ્યોએ વધુ તપાસ કરી ન હતી. ભાઈ બીજ દિવસે સવારે સ્થાનિક લોકોની મદદ લઈને પરિવારનાં સભ્યોએ સોનાઈબેનની તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ ચેક કરતા જંગલ તરફ જતા રસ્તામાં આવતા ઝીણાંભાઈ નવસુભાઈ માહલાના ડાંગરના ખેતર તરફ વૃદ્ધાને ઢસડી લઈ ગયો હોવાના નિશાન જોવા મળ્યા હતા. તે નિશાન તરફ જઈને સ્થાનિક લોકોએ જઈને ચેક કરતા વૃદ્ધાનું માથું ડાંગરના ખેતરમાંથી મળી આવ્યું હતું. ત્યાંથી 100 મીટર દૂર ભાયલુંભાઈ નવસુભાઈ દેશમુખના ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચે દીપડાએ શિકાર કરેલી હાલતમાં વૃદ્ધાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાના પરિવારના સભ્યો અને અગ્રણીઓને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વન વિભાગની ટીમે ઘટનાની ગંભીરતાને લઈને 10 જેટલા પાંજરા અને CCTV કેમેરા તેમજ વલસાડ ઉત્તર, દક્ષિણ અને ડાંગ વન વિભાગની ટીમને આંબા તલાટ જંગલ વિસ્તારમાં માનવ ભક્ષી દીપડાને પાંજરે પુરવા કામગીરી સોંપવામાં આવી હતી. રવિવારે રાત્રે જે જગ્યાએ વૃદ્ધાનું ધડ મળ્યું હતું. વૃદ્ધાની લાશને મૂકી ગયો હતો ત્યાં મુકેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા દીપડાનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની ટીમે માનવ ભક્ષી બનેલા દીપડાને પાંજરે પુરી સોમવારે પશુ ચિકિત્સકની મદદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. માનવ ભક્ષી બનેલો કદાવર દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક લોકો અને પશુપાલકો અને જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.