સોમવારે ભારતીય શેરબજારમાં દિવાળીના મુહૂર્ત બાદ પ્રથમ ટ્રેડિંગ સેશન હતું પરંતુ ભારતીય બજારમાં સેન્સેક્સ 1500 અંક તૂટ્યો હતો. સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે આઈટી શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 941 પોઈન્ટના ઘટાળા સાથે 78782 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 283 પોઈન્ટના ઘટાળા સાથે 24100 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 392 પોઈન્ટના ઘટાળા સાથે 51535 પોઈન્ટના સ્તરે બંધ થયો. ફંડોએ આજે આરંભથી જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જો કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ યથાવત રહ્યું હતું. ચાઈનાની સેન્ટ્રલ બેંકે નવા લિક્વિડિટી ટુલ થકી સિસ્ટમમાં 70 અબજ ડોલર ઠાલવતાં અને આ સ્ટીમ્યુલસ પગલાંએ ફરી ફોરેન ફંડોનું પલાયન વધતાં આઈટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો. નબળા ત્રિમાસિક પરિણામો પણ બજારમાં ઘટાળાનું એક કારણ છે. ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે. કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સિપ્લા, વોલ્ટાસ, ગ્લેનમાર્ક ફાર્મા, ડો. રેડ્ડી, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, એયુ બેન્ક, એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ, ટોરેન્ટ ફાર્મા, હવેલ્લ્સ, કોટક બેન્ક, એસીસી, મુથૂટ ફાઈનાન્સ, રિલાયન્સ, લાર્સેન, અદાણી પોર્ટસ, સન ફાર્મા, ઈન્ડીગો જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4199 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2714 અને વધનારની સંખ્યા 1354 રહી હતી, 131 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 422 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 231 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24100 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઇન્ટના પ્રથમ અને 24303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24008 પોઇન્ટથી 23939 પોઇન્ટ, 23880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51535 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51808 પોઇન્ટના પ્રથમ અને 52008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51474 પોઇન્ટથી 51303 પોઇન્ટ, 51180 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લ્યુપીન લિ. ( 2202 ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2170 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2147 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2233 થી રૂ.2240 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2249 ઉપર તેજી તરફી ધ્યાન.
ટાટા કોમ્યુનિકેશન ( 1752 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1707 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1787 થી રૂ.1800 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેકનોલોજી ( 1770 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1808 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1747 થી રૂ.1730 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1820 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસીસ લિ. ( 1769 ) :- રૂ.1793 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1808 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1755 થી રૂ.1730 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1820 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, સંવત 2080ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજી છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતની રાજકોષીય ખાધ 4.75 લાખ કરોડ રૂપિયા રહી છે. આ નાણાકીય વર્ષ 2024-25 ના લક્ષ્યાંકના 29.4 છે. ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 7.02 લાખ કરોડ રૂપિયા હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ગયા સપ્તાહમાં આશરે રૂ.14,000 કરોડનું વેચાણ થયું હતું. ઓક્ટોબરમાં FIIએ કુલ રૂ.1.2 લાખ કરોડનું વેચાણ કર્યું હતું. છેલ્લા મહિના દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ શેરબજારમાં રૂ.1.07 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો, ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે. ગયા સપ્તાહે શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.