back to top
Homeભારતઉત્તરાખંડમાં બસ 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી:15નાં મોતની આશંકા, બસમાં 42 મુસાફરો...

ઉત્તરાખંડમાં બસ 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી:15નાં મોતની આશંકા, બસમાં 42 મુસાફરો સવાર હતા; પોલીસ અને SDRF ઘટનાસ્થળે હાજર

ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 15 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં 42 મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે કહ્યું- સોલ્ટ અને રાનીખેતથી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જેમાં 15 લોકોના મોતના અહેવાલ છે. રેસ્ક્યૂ પછી જ મૃતકોનો ચોક્કસ આંકડો જાણી શકાશે. આ દરમિયાન એસડીએમ સોલ્ટ સંજય કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મોત થયા છે. બસ કિનાથથી રામનગર જઈ રહી હતી. જેમાં મોટાભાગના સ્થાનિક લોકો સવાર હતા. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો ને લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે બસ ગઢવાલ મોટર્સની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ઘણી જૂની હતી. હાલ અકસ્માત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને બચાવવાની છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. બસ ખીણમાં પડતાં અનેક મુસાફરો બસમાંથી પટકાયા હતા અને દૂર પડી ગયા હતા. અલ્મોડા એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નૈનીતાલથી પણ પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments