બોલિવૂડ એક્ટર વરુણ ધવન આ વર્ષના અંતમાં એક દમદાર એક્શન ફિલ્મ ‘બેબી જોન’ લઈને આવી રહ્યો છે. તે ખૂબ જ ખતરનાક અવતારમાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર 1 નવેમ્બર 2024ના રોજ ‘સિંઘમ અગેન’ની રિલીઝ સાથે થિયેટરોમાં બતાવવામાં આવ્યું હતું અને હવે તેને YouTube પર પોસ્ટ કરવામાં આવ્યું છે. ‘જવાન’ના ફિલ્મમેકર એટલીએ ડાયરેકટ કર્યુ છે, તેથી ફેન્સ પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. એક્શનથી ભરપૂર ‘બેબી જોન’નું ટીઝર
ટીઝરની શરૂઆત ગુંડાઓ અને લડાઈથી થાય છે. બેકગ્રાઉન્ડમાં એક બાળકીનો અવાજ સંભળાય છે કે, ‘ચીટી એકલી હોતી હૈ તો કુચલના આશાન હોતા હૈ, પર અગર સારી ચીટીયાં મિલ જાએ તો હાથી કો ભી હરા શકતી હૈ.’ ટીઝરમાં બાળકીની ઝલક જોવા મળે છે. વરુણ આ ફિલ્મમાં પોલીસના યુનિફોર્મમાં જોવા મળે છે. તેના હાથમાં ટેડી છે, જેને જોઈને લાગે છે કે તેની અંદર એક બદલાની આગ છે. આ ફિલ્મ એક રીતે ‘જવાન’ની યાદ અપાવે છે. જેકી શ્રોફની ઝલક બહુ ઓછી છે, પરંતુ તેને એટલી જ સ્ક્રીન સ્પેસ પર ધાક જમાવી દીધી છે. છેલ્લે વરુણનો ડાયલોગ છે, ‘મેરે જેસે બહુત આએ હોંગે, લેકિન મૈં પહેલીબાર આયા હું…’ જેકી શ્રોફનો ખતરનાક લુક
ટીઝરમાં વરુણ બે અલગ-અલગ લુકમાં જોવા મળે છે. એકમાં, તે ટૂંકા વાળ અને ક્લીન શેવમાં પોલીસ યુનિફોર્મમાં છે. તો બીજો અવતાર લાંબા વાળ અને દાઢી સાથે બતાવવામાં આવ્યો છે. ટીઝર વીડિયોમાં વરુણનું પાત્ર બે અલગ-અલગ જીવન જીવી રહ્યો હોવાનું જોવા મળે છે. પરંતુ તેના એક જીવન સાથે સંકળાયેલા નેગેટિવ એલિમેંટ તેના નવા જીવનમાં પણ સમસ્યા સર્જે છે. જેકી શ્રોફ આ નેગેટિવ એલિમેંટની મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલે કે સ્ટોરીના મુખ્ય ખલનાયક, જેનો દેખાવ ટીઝરમાં ખૂબ જ ભયાનક લાગે છે. ફિલ્મની બે એક્ટ્રેસો કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બીની એક ઝલક પણ જોવા મળે છે. ‘બેબી જ્હોન’ સાઉથ ફિલ્મની રિમેક
‘બેબી જ્હોન’ એટલીની જ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘થેરી’ની રિમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં થાલપથી વિજય, સામંથા રૂથ પ્રભુ અને એમી જેક્સને કામ કર્યું હતું. જોકે, એટલીએ તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે ‘બેબી જ્હોન’ ‘થેરી’ની રિમેક હોવા છતાં, તેમાં એક ટ્વિસ્ટ ઉમેર્યો છે જે તેને થોડી અલગ બનાવે છે. ‘બેબી જોન’ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ આ વર્ષના છેલ્લા મહિનામાં ક્રિસમસના દિવસે રિલીઝ થશે. તમે આ ફિલ્મ 25 ડિસેમ્બર 2024 ના રોજ થિયેટરોમાં જોઈ શકશો. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની ‘પુષ્પા 2’ આ મહિને રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મ 20 દિવસ પહેલા 5 ડિસેમ્બરે રિલીઝ થશે.