કોંગ્રેસના ઉમેદવાર જ વાવના નથી- હર્ષ સંઘવી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ક્યાંય ચિત્રમાં જ ન હોવાનું કહેનાર કોંગ્રેસના ઉમેદવાર ગુલબાસિંહ રાજપૂતને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. માવજી પટેલના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર તો આ તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે હર્ષ સંઘવી બનાસકાંઠા આવતાં તેમને ટોણો માર્યો. યમલ વ્યાસની રાજ્યના નાણાપંચના અધ્યક્ષપદે નિમણૂક ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ યમલ વ્યાસ ટૂંક સમયમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અને સભ્યપદેથી રાજીનામું આપશે. ગાડીમાં લોક થઈ જતાં એક જ પરિવારનાં ચાર બાળકનાં મોત અમરેલીમાં કારમાં રમતાં રમતાં એક જ પરિવારનાં 4 બાળકનાં મોત નીપજ્યાં. બાળકો રમતાં રમતાં ગાડીમાં બેસી ગયાં, કાર લોક થઈ જતાં 2 દીકરા અને દીકરીના ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યાં. દિવાળીના તહેવારોમાં રાજ્યની હવા પ્રદૂષિત દિવાળીના તહેવારોમાં રાજ્યમાં હવા પ્રદૂષણમાં વધારો થયો. સૌથી વધારે પ્રદૂષિત હવા સુરતની રહી. સુરતમાં 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી 281 એક્યુઆઈ નોંધાયું. તો અમદાવાદમાં એક્યુઆઈ 231 નોંધાયું. આમ આદમી પાર્ટીના કાર્યાલયનાં તાળાં તૂટ્યાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ચોરી થઈ. કાર્યાલયમાંથી મહત્ત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બંધ મકાનને ટાર્ગેટ કરનારા ત્રણ તસ્કર ઝડપાયા સુરતમાં બંધ મકાનને ટાર્ગેટ કરનારા ત્રણ તસ્કરને ઝડપી પાડવામાં આવ્યા. દિવાળીના તહેવારમાં તસ્કરોએ એક જ બિલ્ડિંગના બે મકાનને ટાર્ગેટ બનાવ્યા હતા. પહેલા મકાનમાંથી માત્ર રૂ. 500 મળી આવતાં બીજામાંથી રૂ. 47 લાખની ચોરી કરી. અઠવા પોલીસે ત્રણેયને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. એસટી ડિવિઝનને દિવાળીમાં થઈ રેકોર્ડબ્રેક આવક રાજકોટ એસટી વિભાગને દિવાળી ફળી. દિવાળીના 5 દિવસમાં એસટી ડિવિઝને રૂ. 2.44 કરોડની કમાણી કરી. એક્સ્ટ્રા 100 બસમાં 21,000 મુસાફરે સવાગણું ભાડું ચૂકવી સલામત સવારી માણતાં રૂ. 36 લાખની આવક થઈ. અટલ સરોવર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી રાજકોટના અટલ સરોવર પર ગઈકાલે રાત્રે ભવ્ય આતશબાજી કરવામાં આવી. આ આતશબાજી માટે કોઈ એક્સ્ટ્રા ટિકિટ ન હોવાથી લોકો દીવાલ કૂદીને અંદર પ્રવેશતા જોવા મળ્યા. લગભગ અડધો કલાક ચાલેલી આ આતશબાજીનો 30 હજાર કરતાં વધુ લોકોએ આનંદ માણ્યો હતો. સાંસ્કૃતિક પ્રદર્શનની ઝાંખીએ હરિભક્તોનાં મન મોહી લીધા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી પહેલાં સાંસ્કૃતિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. રંગબેરંગી ફુવારાઓ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોએ હરિભક્તોનાં મન મોહી લીધાં. 14 ડોમમાં તૈયાર કરાયેલા પ્રદર્શન નિહાળી લોકો અભિભૂત થયા.