કેનેડાના બ્રામ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. હિન્દુઓ પર હુમલા બાદ કેનેડાનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ ટ્રુડો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કહ્યું કે હિન્દુ મંદિરમાં ભક્તો પર આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયન્સને શાંતિપૂર્વક પોતાની આસ્થા અને ધર્મનું પાલન કરવા દેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી આ ઘટનાને વખોડે છે. હું અરાજકતા વિરુદ્ધ લોકોને એક કરીશ અને તેને ખતમ કરીશ. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વડા દુરૈપ્પાએ લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિંસા અને અપરાધ સહન કરવામાં આવશે નહીં. હુમલા અંગે કોણે શું કહ્યું બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતા એ મૂળભૂત મૂલ્ય છે. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મસ્થાન પર સલામતી અનુભવવી જોઈએ. હું પૂજા સ્થળની બહાર કોઈપણ પ્રકારની હિંસાની સખત નિંદા કરું છું. પોલીસ શાંતિ જાળવવા અને હિંસાના ગુનેગારોને જવાબદાર ઠરાવવા તેમના અધિકાર ક્ષેત્રમાં બધું જ કરશે. નેપિયન સાંસદ ચંદ્ર આર્ય ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સીમા પાર કરી છે, જે કેનેડામાં બેશરમ હિંસક ઉગ્રવાદના ઉદયને દર્શાવે છે. મંદિરમાં ભક્તો પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ઉગ્રવાદ કેટલો ઊંડો બની ગયો છે. સાંસદે કહ્યું કે વાણી સ્વાતંત્ર્ય હેઠળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓને ખુલ્લી છૂટ મળી ગઈ છે. હિંદુ-કેનેડિયનોએ પોતાને બચાવવા અને તેમના અધિકારો માટે લડવા માટે આગળ આવવું જોઈએ. તેઓએ તેમના નેતાઓ પર દબાણ લાવવું પડશે. ટોરોન્ટોના સાંસદ કેવિન વુઓંગ હિન્દુ કેનેડિયનો પરના હુમલા ચિંતાજનક છે. કેનેડા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. આપણા નેતાઓ હિન્દુઓની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે. આપણે બધા શાંતિથી પૂજા કરવાના હકદાર છીએ. હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન ખાલિસ્તાની આતંકવાદીઓ હિન્દુ સભા મંદિર પર હુમલો કરી રહ્યા છે. બાળકો, મહિલાઓ અને પુરુષો પર હુમલા થઈ રહ્યા છે. આ બધું ખાલિસ્તાની રાજકારણીઓના સમર્થકોની ઉશ્કેરણી પર થઈ રહ્યું છે. ખાલિસ્તાની સમર્થકોથી હિન્દુ અને ભારતીય ચિંતિત ભારતીય સમુદાય છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હિંદુ મંદિરો અને સમુદાયના સભ્યોને નિશાન બનાવવાથી ચિંતિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગ્રેટર ટોરોન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં અન્યત્ર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતનો આરોપ – વોટ બેંક માટે PM ટ્રુડો કરી રહ્યા છે ભારત વિરોધી રાજનીતિ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં એક વર્ષથી વધુ સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન 2020માં ખાલિસ્તાની તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તેની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ ટ્રુડોએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સી સામેલ છે. આ પછી ટ્રુડોએ ગયા મહિને 13 ઓક્ટોબરના નિજ્જર હત્યાકાંડમાં ભારતીય રાજદ્વારીઓની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે સંજય વર્મા સહિત તેના છ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. ભારતનું કહેવું છે કે કેનેડા સરકારના આરોપો પાયાવિહોણા છે. કેનેડાએ ભારત સરકાર સાથે પુરાવાનો એક પણ ભાગ શેર કર્યો નથી. તેઓ તથ્યો વગરના દાવા કરી રહ્યા છે. ટ્રુડો સરકાર રાજકીય લાભ મેળવવા માટે જાણીજોઈને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પીએમ ટ્રુડોની ભારત સાથે દુશ્મનાવટ લાંબા સમયથી ચાલી રહી છે. તેમની કેબિનેટમાં એવા લોકો સામેલ છે જેઓ ખુલ્લેઆમ ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. આ સમાચાર પણ વાંચો…… ‘અમિત શાહે કેનેડામાં હિંસા કરાવી’:ટ્રુડો સરકારનો આરોપ, ખાલિસ્તાનીઓ પર એક્શનનો ઓર્ડર શાહે આપેલો, ભારત-કેનેડા મિટિંગની ગુપ્ત માહિતી લીક કરી ટ્રુડો સરકારના એક મંત્રીએ કહ્યું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને મંગળવારે સંસદીય પેનલમાં આ નિવેદન આપ્યું હતું. મોરિસને સંસદીય પેનલને કહ્યું કે, તેણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે, ભારતના ગૃહમંત્રી આ મામલામાં સામેલ છે. મોરિસને કહ્યું કે તેમણે જ ભારત-કેનેડા બેઠક સાથે જોડાયેલી માહિતી અમેરિકન અખબારને આપી હતી. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…. ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં જોબ કરવી હવે અઘરી:ટ્રૂડોએ ‘કેનેડા ફર્સ્ટ’ પોલિસી જાહેર કરી, નોકરીમાં સક્ષમ કેનેડિયન સ્ટાફ ન મળે તો જ વિદેશી સ્ટાફની ભરતી કરાશે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ 2025થી વિદેશી અસ્થાયી કર્મચારીઓની ભરત માટે નિયમ કડક કરી દીધા છે. તેમણે તેને ‘કેનેડા ફર્સ્ટ’નું નામ આપ્યું છે. ટ્રૂડોએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીઓને નોકરીમાં હવે કેનેડાઈ નાગરિકતાને પ્રાથમિકતા આપવી પડશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….