back to top
Homeગુજરાતચાલુ વર્ષે આગના કોલ ઘટ્યા:દિવાળી અને નવા વર્ષમાં ફટાકડાના કારણે 205 આગના...

ચાલુ વર્ષે આગના કોલ ઘટ્યા:દિવાળી અને નવા વર્ષમાં ફટાકડાના કારણે 205 આગના બનાવ બન્યા, દિવાળીની રાત્રે સૌથી વધારે 80 જગ્યાએ આગ લાગી

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં આગ લાગવાના બનાવોમાં ઘટાડો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ફાયરબ્રિગેડને શહેરમાં આગ લાગવાના 205 જેટલા કોલ મળ્યા હતા. જેમાં દિવાળીથી લઈ અને બેસતુ વર્ષ એમ ત્રણ દિવસના સૌથી વધુ 164 કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે રાત્રે સૌથી વધારે 80 જેટલાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા. શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં લાગેલી આગ સૌથી મોટી હતી. જેમાં 20થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને 100 કર્મચારીએ પાંચથી છ કલાકે આગને કાબુમાં લીધી હતી. 20 જેટલાં મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો
અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાથી ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે 2024માં શહેરમાં દિવાળીના દિવસે રાત્રે સૌથી વધારે આગ લાગવાના 80 જેટલા કોલ મળ્યા હતા. ખુલ્લા પ્લોટમાં અને કચરામાં આગ લાગવાના સૌથી વધારે બનાવો બન્યા હતા. ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બને છે. 20 જેટલાં મકાનમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. દિવાળીના દિવસે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 45 જેટલા આગના બનાવો બન્યા હતા. શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ ફટાકડાના કારણે લાગી હતી. જેના કારણે અડધું કબાડી માર્કેટ બળીને ખાખ થઈ ગયું હતું ગત વર્ષે આગના 253 કોલ મળ્યા હતા​​​​​​​
વર્ષ 2023માં 253 જેટલા આગના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા હતા. જો કે ચાલુ વર્ષે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં 205 આગના કોલ મળ્યા હતા. ચાલુ વર્ષે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિની પણ ઘટના બની નથી. શાહપુર વિસ્તારમાં પણ ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગી હતી. સમગ્ર દિવાળીના તહેવાર દરમિયાન ફાયરબ્રિગેડના વાહનો દોડતાં રહ્યા હતા છેલ્લા 3 દિવસમાં આગના કોલ 3 વર્ષમાં ફટાકડાના કોલ ​​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments