વડોદરાના નવ બજાર વિસ્તારમાં આવેલા કાલુપુરામાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો. એક બાળકની સાયકલ થાંભલા સાથે અથડાવા મામલે પહેલાં સામાન્ય બોલાચાલી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દોડતી થઇ હતી. હાલમાં ફૂટેજના આધારે પોલીસે બબાલ કરનારા શખસોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી શરુ કરી છે. બબાલ કરનારા 5થી વધુ લોકોની અટકાયત કરી
મુસ્લિમ સમાજનું નીયાજ ચાલતું હતું એ જગ્યાએ એકાએક બાળકની સાયકલ થાંભલા સાથે અથડાતા બે જૂથો સામસામે આવી ગયા હતા. પહેલા સામાન્ય બોલાચાલી થઈ ને બાદમાં વાતચીત ઉગ્ર બનતા આસપાસ ધીંગાણાના દૃશ્યો સર્જાયા હતા. જોકે, આ ઘટનાની જાણ પોલીસને થતાં ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડી ને બબાલ કરનારા 5થી વધુ લોકોની અટકાયત કરી હતી. પોલીસે ફૂટેજના આધારે વધુ લોકોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બોલાચાલી ઉગ્ર બનતાં છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ
આ ઘટના અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, એક નાનું હિન્દુ સમાજનું બાળક સાયકલ લઈને જતું હતું ને થાંભલા સાથે ભટકાઈ જઈને નીચે પડી ગયો હતો. આ દરમિયાન ત્યાં મુસ્લિમ સમાજનું નિયાજ ચાલતું હતું જેમાં આ ઘટનાના કારણે ખલેલ પહોંચતા સામાન્ય એવી બોલાચાલી થઈ ગઈ હતી. બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ હતી. આ બાબતે પોલીસને મેસેજ મળતા તાત્કાલિક પેટ્રોલિંગમાં હતી, તે પોલીસ અહિંયા પહોંચી હતી. આ બાબતે હાલમાં અહીંયા શાંતિ છે અને આ બનાવને હાલમાં કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. જે કોઈ લોકો બબાલમાં સામેલ હતા તેઓના ફૂટે ચેક કરીને ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
આ સમગ્ર ઘટનામાં કોઈ હથિયારનો ઉપયોગ કરાયો નથી માત્ર છુટ્ટા હાથે જ મારામારી થઈ છે માત્ર એક વ્યક્તિને ખુરશી એક વ્યક્તિને વાગેલી છે તે અંગેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ અકસ્માત થતાં આખી ઘટના બની છે એટલે આ એક ગેરસમજ કહી શકાય. આ અંગે હાલમાં ફૂટેજ જોઈને રાઉન્ડ અપની કાર્યવાહી ચાલી રહી છે.