back to top
Homeદુનિયાપાકિસ્તાને LoC નજીક હોવિત્ઝર તોપનું ટેસ્ટિંગ કર્યું:ચીનની મદદથી બનાવવામાં આવી, જે 30...

પાકિસ્તાને LoC નજીક હોવિત્ઝર તોપનું ટેસ્ટિંગ કર્યું:ચીનની મદદથી બનાવવામાં આવી, જે 30 કિમી સુધી ગોળા વરસાવી શકે છે

​​​​​​પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પાસે 155 MM ટ્રક-માઉન્ટેડ હોવિત્ઝર તોપોં અને અન્ય હથિયારોનું ટેસ્ટિંગ કર્યું છે. જો કે, આ ટેસ્ટિંગ ક્યારે થયું તેની માહિતી હજી સામે આવી નથી. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે 155 MM તોપને ચીનની એક ડિફેન્સ કંપનીની દેખરેખ હેઠળ ગલ્ફ દેશની મદદથી બનાવવામાં આવી છે. તે હાલમાં LOC નજીક જોવા મળી હતી. 155 MMની તોપ એ SH-15 હોવિત્ઝરનું વર્ઝન છે, જે તેના ‘શૂટ એન્ડ સ્કૉટ’ (શૂટ કરો અને ભાગો) માટે જાણીતી છે. હોવિત્ઝર 155 MM તોપ અંગે મળતી માહિતી મુજબ, તે ઘણા પ્રકારના હથિયારોથી હુમલો કરવામાં સક્ષમ છે. તે 30 કિમી દૂર સુધી હુમલો કરી શકે છે અને એક મિનિટમાં 6 જેટલા ગોળા વરસાવી કરી શકે છે. M109 તોપનું પણ ટેસ્ટિંગ, 40 સેકન્ડમાં 6 ગોળા ફાયર કરી શકે છે
અદ્યતન M109 તોપ પણ એ હથિયારોમાં સામેલ છે જેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે 24 કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે છે અને 40 સેકન્ડમાં 6 ગોળા ફાયર કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને પશ્ચિમી દેશો પાસેથી એમ 109 મળી હતી. તે તેના એડવાન્સ વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તુર્કીએ પાકિસ્તાનને હથિયારો ડેવલપ કરવામાં ઘણી મદદ કરી છે. તુર્કીની ડિફેન્સ કંપની FNSSએ પાકિસ્તાનને એડવાન્સ્ડ 105 MM તોપ આપી છે. તે હાઈ રેન્જના શેલ ફાયર કરવામાં સક્ષમ છે. પાકિસ્તાન ચીનની મદદથી LoC પર સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે
અધિકારીઓએ કહ્યું કે ચીન LoC પર પાકિસ્તાનને તેની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યું છે. ચીનની મદદથી પાકિસ્તાન સરહદ પર બંકરો, ડ્રોન, ફાઈટર જેટ અને હાઈ રેન્જ કોમ્યુનિકેશન સિસ્ટમ બનાવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચીનની મદદથી પાકિસ્તાન સરહદ પર એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટાવર અને અંડરગ્રાઉન્ડ ફાઈબર ઓપ્ટિકલ કેબલ લગાવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, ચીનની નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડ (NORINCO​​​​​​​) એ પાકિસ્તાનની સેનાને 56 SH-15 હોવિત્ઝર્સની બીજી બેચ સોંપી હતી. પાકિસ્તાને મે મહિનામાં ફતેહ-2નું ટેસ્ટિંગ કર્યું હતું
આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાને એડવાન્સ ગાઈડેડ રોકેટ સિસ્ટમ ફતેહ-2નું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. ફતહ-2 એ 400 કિમીની રેન્જ સાથેનું ગાઈડેડ રોકેટ સિસ્ટમ છે. જેની રેન્જ 400 km છે. તેમાં સ્ટેટ- ઓફ-ધ-આર્ટ નેવિગેશન સિસ્ટમ, ખાસ ટ્રેજેક્ટરી અને મેન્યુવરેબલ ફીચર્સ છે. એટલે કે તે તેની દિશા પણ બદલી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments