back to top
Homeમનોરંજનમિથુન દાની પહેલી પત્નીનું નિધન:હેલેના સાથે 4 મહિનામાં તૂટ્યા લગ્ન, અમિતાભ સાથે...

મિથુન દાની પહેલી પત્નીનું નિધન:હેલેના સાથે 4 મહિનામાં તૂટ્યા લગ્ન, અમિતાભ સાથે ‘મર્દ’માં જોવા મળ્યા

પીઢ એક્ટર મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું 3 નવેમ્બરના રોજ નિધન થયું હતું. અમિતાભ બચ્ચન સાથે ‘મર્દ’માં જોવા મળેલી એક્ટ્રેસ હેલેના છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતી હતી, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ કલ્પના અય્યરે એક પોસ્ટમાં તેમના નિધનની માહિતી શેર કરી છે. અહેવાલો અનુસાર, 68 વર્ષીય એક્ટ્રેસ હેલેના લ્યુક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતી, જોકે હેલેનાએ લાપરવાહી કરી ડૉક્ટરો પાસે જવાની ના પાડી દીધી હતી. હાલમાં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હેલેના લ્યુક 70ના દાયકામાં ફેશન જગતમાં જાણીતું નામ હતું. વર્ષ 1979માં તેમની મુલાકાત મિથુન ચક્રવર્તી સાથે થઈ અને થોડા સમયના સંબંધો બાદ બંનેએ લગ્ન કર્યા. હેલેના લ્યુક સાથે લગ્ન કર્યા પહેલા મિથુન દા કેટલાક મહિનાઓ સુધી સારિકા સાથે રિલેશનશિપમાં હતો. લગ્ન 4 મહિનામાં જ તૂટી ગયા, મિથુન દા તે સમયે સ્ટાર ન હતા
હેલેના અને મિથુનના લગ્ન 1979માં થયા હતા, તે સમયે મિથુન દા સ્ટાર ન હતા. મિથુન દા અને હેલેના વચ્ચે ઝઘડો શરૂ થયો ત્યારે લગ્નને થોડાં અઠવાડિયાં જ થયાં હતાં. લગ્નના 4 મહિના પછી હેલેનાએ મિથુન પાસેથી છૂટાછેડા માંગ્યા. મિથુન દાએ તેના કઝિન ભાઈ માટે હેલેનાને ઘરમાંથી કાઢી મૂકી
સ્ટારડસ્ટ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં હેલેનાએ તેના લગ્ન તૂટવાના કારણ વિશે વાત કરી હતી. હેલેનાએ કહ્યું હતું કે મિથુન સવારે 6 વાગ્યાથી લઈને તે રાત્રે સૂઈ ન જાય ત્યાં સુધી તેને લગ્ન માટે મનાવતો હતો. ત્યારપછી અમે બંનેએ 1979માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. તેમના લગ્ન તૂટવાનું સૌથી મોટું કારણ એ હતું કે મિથુન દા યોગિતા બાલીની નજીક આવવા લાગ્યા હતા. બીજી તરફ મિથુન પણ હેલેનાને તેના એક્સ બોયફ્રેન્ડ જાવેદ ખાન વિશે ટોણો મારતો હતો. લગ્ન તૂટવાનું એક કારણ મિથુન દાનો કઝિન ભાઈ પણ હતો. હેલેનાએ આ અંગે જણાવ્યું હતું કે, મિથુન તેના બે કઝિન ભાઈઓ અને ડોગ સાથે ઘરમાં રહેતો હતો. લગ્ન પછી હું પણ ત્યાં શિફ્ટ થઈ ગઈ. તેના બંને કઝિન ભાઈઓ તેના પૈસા ખર્ચતા હતા, જે મને બિલકુલ પસંદ નહોતા. જ્યારે મેં તેને બંને કઝિન ભાઈઓને અલગ કરવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું – જો તારે જવું હોય તો જા, તેઓ ક્યાંય નહીં જાય. આ પછી બંને અલગ થઈ ગયા. છૂટાછેડા પછી ફિલ્મોમાં નસીબ અજમાવ્યું, સફળતા ન મળી
મિથુન દાથી છૂટાછેડા પછી હેલેનાએ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું. 1980માં આવેલી ફિલ્મ ‘જુદાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અમિતાભ સાથે ફિલ્મ ‘મર્દ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બ્રિટિશ ક્વિનની ભૂમિકા ભજવવા બદલ હેલેનાની ખૂબ પ્રશંસા થઈ હતી. આ સિવાય એક્ટ્રેસ ‘દો ગુલાબ’, ‘એક નયા રિશ્તા’, ‘સાથ સાથ’ અને ‘આઓ પ્યાર કરેં’ જેવી ફિલ્મોનો ભાગ હતી. હેલેનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ફ્લાઇટ એટેન્ડન્ટ બની
80ના દાયકાના અંતમાં જ્યારે હેલેનાને હિન્દી ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું ત્યારે તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. અમેરિકામાં રહીને ડેલ્ટા એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments