back to top
Homeગુજરાતમિલકત વેરાના બાકીદારો સાવધાન:રાજકોટમાં તહેવારો પછી મનપા વસુલાત માટે આક્રમક બનશે, 75,000થી...

મિલકત વેરાના બાકીદારો સાવધાન:રાજકોટમાં તહેવારો પછી મનપા વસુલાત માટે આક્રમક બનશે, 75,000થી વધુ વેરો બાકી હોય તેવા હજારો કરદાતાઓને નોટિસ, સિલિંગ ઝુબેશ ચલાવશે

રાજકોટ મનપાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત અને પાણી વેરો છે. ચાલુ વર્ષે રૂ. 300 કરોડથી વધુ વેરો વસૂલ થઈ ચૂક્યો છે. પરંતુ હજુ પણ લક્ષ્યાંક ઘણો દૂર છે અને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે. જેને લઈને મનપાનાં વેરા વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારો બાદ વેરા વસૂલ કરવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ માટે રૂ. 75,000થી વધુ વેરો બાકી હોય તેવા હજારો કરદાતાઓને નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. ત્યારે દિવાળી બાદ સિલિંગ ઝુંબેશ હાથ ધરી મિલકતો સીલ અને જપ્ત કરવા સુધી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. મનપાનાં ચોપડે 5.40 લાખ મિલકતો નોંધાયેલી છે
મનપાનાં વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મનપાનાં ચોપડે કુલ 5.40 લાખ મિલકતો નોંધાયેલી છે. એપ્રિલથી જૂન દરમિયાન જાહેર કરવામાં આવતી વેરા વળતર યોજનાનો લાભ લઈને આ પૈકી 50% જેટલા પ્રમાણિક કરદાતાઓ તેનો વેરો ચૂકવ્યો છે. જેમાં 3,64,193 કરદાતાઓએ રૂપિયા 300 કરોડ જેટલો વેરો જમા કરાવ્યો છે. જેમાં કુલ 1.15 લાખ કરદાતાઓએ કેશ અને ચેકથી રૂ. 131.50 કરોડ અને 2.50 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 168 કરોડ જેટલી રકમ ઓનલાઈન ભરવામાં આવી છે. 1065 બાકીદારોનો એક લાખથી વધુનો વેરો બાકી
દિવાળીનાં તહેવારો પૂર્વે રહેણાંક અને બિન રહેણાંકનાં રૂ.75,000 કરતા વધુ વેરો બાકી હોય તેવા કુલ 10,758 લોકોને વેરા વિભાગના સ્ટાફ દ્વારા રૂબરૂ અને પોસ્ટ દ્વારા ડિમાન્ડ નોટિસો મોકલવામાં આવી છે. જેમાંથી જપ્તીની અને સિલિંગની કાર્યવાહી કરતા 550 જેટલા કરદાતાએ વેરાની રકમ ભરપાઈ કરી હતી. આ ઉપરાંત 1065 એવા બાકીદારો કે જેમનો રૂ. 1 લાખથી વધુ વેરો બાકી હોય તેને જપ્તીની નોટિસ આપવામાં આવી ચૂકી છે. દિવાળી પછી એટલે કે, લગભગ લાભપાંચમ બાદ જપ્તી નોટિસ મળવા છતાં વેરો નહીં ભરનારા આસમીઓની મિલકતો જપ્ત અથવા સીલ કરવામાં આવશે. સરકારી મિલકતોને ગ્રાંટ મોટાભાગે વર્ષના અંતમાં મળે છે
મનપા દ્વારા નોટિસ આપવાની પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જેમાં રૂ. 75,000 કરતા વધુ વેરો બાકી હોય તેને ડિમાન્ડ નોટિસ અને રૂ. 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા મિલકતધારકોને જપ્તીની નોટિસ આપવામાં આવે છે. ત્યારે નાના બાકીદારો સામે કડક કાર્યવાહી અને મોટા બાકીદારો સામે કાર્યવાહી થતી નહીં હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. સરકારી મિલકતોનો વેરો વસુલ કરવા અંગે તેમણે જણાવ્યું કે, સરકારી મિલકતોને ગ્રાંટ મોટાભાગે વર્ષના અંતમાં મળતી હોય છે. આ માટે ખાસ મનપા દ્વારા વર્ષની શરૂઆતથી જ ડીઓ લેટર લખવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અત્યારસુધીમાં રૂપિયા 10 કરોડ વેરો વસૂલાય ચૂક્યો છે. કોમર્શિયલ 10,000 કરતા વધુ મિલકતોને ડિમાન્‍ડ નોટિસ
ઉલ્લેખનીય છે કે, બજેટમાં આપવામાં આવેલા લક્ષ્યાંક સુધી પહોંચવા સામાન્ય રીતે દર વર્ષે જાન્‍યુઆરી માસથી કડક રિકવરી ઝુંબેશ શરૂ કરાઈ છે. જો કે, આ વર્ષે પણ બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ બે માસ પહેલા કરવામાં આવી હતી. જેમાં 75,000થી વધુ વેરો બાકી હોય તે પ્રકારની રહેણાંક ઉપરાંત કોમર્શિયલ 10,000 કરતા વધુ મિલકતોને ડિમાન્‍ડ નોટિસ આપવામાં આવી હતી. વેરા શાખાને મિલકત વેરાનો 410 કરોડનો ટાર્ગેટ
આમ તો દર વર્ષે બાકીદારોને ડિમાન્‍ડ નોટિસ અપાય છે. પરંતુ આ વખતે ડિમાન્‍ડ નોટિસ આપ્‍યા બાદ પણ આસામી વેરો ભરપાઈ ન કરે તો તેમના વિરુદ્ધ કડક પગલા ભરવાની સૂચના અપાઈ છે. દિવાળીના તહેવારો બાદ આવા બાકીદારો વિરુદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમજ મોટી કંપનીઓ અને અલગ અલગ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો બાકી હોય તેવી કંપનીઓને પણ નોટિસ આપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વેરા શાખાને મિલકત વેરાનો રૂ. 410 કરોડનો લક્ષ્યાંક છે. જે પૈકી રૂ. 300 કરોડ જેટલો વેરો વસૂલાય ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments