રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં કુવાડવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હેતલબેન ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પતિ મુકેશભાઈ સાથે 4 ઓકટોબરના વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ ખાનગી કારમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર જતા હતા ત્યારે કુચિયાદળ પાસે કારનું ટાયર ફાટી જતા કાર સાઇડમાં રાખી દીધી હતી અને ત્યારબાદ રસ્તો ક્રોસ કરી જતા હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી મહાસાગર ટ્રાવેલ્સ GJ 14 Z 3100ના ચાલકે બસ બેફિકરાઈથી ચલાવી મહિલાના પતિને અડફેટે લીધા હતા. જેથી, પતિને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. જેથી એરપોર્ટ પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. ટ્રેડિંગના ધંધાર્થી ઉપર ત્રણ શખસોનો હુમલો
રાજકોટના રેલ નગરમાં રામપાર્ક શેરી નંબર 2 માં રહેતા અને ટ્રેડિંગનો બિઝનેસ કરતા 29 વર્ષીય કીર્તિસિંહ ઉર્ફે કુલદીપસિંહ જાડેજાએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં પપ્પુ બાવાજી અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને પોતાની દુકાને માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરતાં માથાના ભાગે ટાંકા આવ્યા હતા. આ સાથે જ તેમની સાથેના અન્ય વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાનો થડો મારી ઈજા પહોંચાડી હતી. જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષા ચાલકના મકાન ઉપર ઈંટ-પથ્થરના ઘા કરી તોડફોડ
રાજકોટના કોઠારીયામાં ગુલાબ નગર શેરી નંબર-7માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા 34 વર્ષીય સહદેવ મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં વિકાસ ઉર્ફે વીકી, તેની પત્ની કાજલ, પિતા દશરથસિંહ, તેના કાકાનો દીકરો , મિત્ર લાલિયો અને 3 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદ નોંધાયા મૂજબ 8 શખ્સોએ ફરિયાદીના મકાન પર ઈંટો અને પથ્થરના ઘા કર્યા હતા. આરોપી 1 અને 4 એ લોખંડના પાઇપ વડે તો તેની સાથેના આરોપીઓએ ઈંટો અને પથ્થરના ઘા કરી રિક્ષામાં રૂ. 35000 નું તો પવન ખંડેરાવના ટુ વ્હીલરમાં રૂ. 15,000નુ નુકસાન કર્યું હતું. ઝેરી દવા પી જતા મહિલાનું મોત
રાજકોટમાં પોપટપરા શેરી નંબર 15 માં રહેતા વંદનાબેન જીતુભાઈ રાજપૂત 31 ઓક્ટોબરના રાત્રિના 10:30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે બાદ ફરી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ચાલુ સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય બનાવમાં રંગીલા નવાગામ શેરી નંબર 4 માં રહેતા 33 વર્ષીય અરવિંદભાઈ રાઠોડ 3 ઓક્ટોબરના પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ યુવાનનું મૃત્યુ નીપજયાનું જાહેર કર્યું હતુ. જ્યારે કુવાડવા જીઆઇડીસી સ્પેસિક કારખાનામાં કામ કરતા 45 વર્ષીય રમેશભાઈ કોળી બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું