‘અનુપમા’નું પાત્ર ભજવતી એકટ્રેસ રૂપાલી ગાંગુલી લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, પારસ કાલનાવત અને નિધિ શાહ સહિતના ઘણા સ્ટાર્સે અચાનક જ શો છોડી દીધો હતો, જેની પાછળ રૂપાલી જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે. તેની સાવકી દીકરી ઈશા વર્મા પરિવારને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈશા વર્માની જૂની પૉસ્ટ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ઈશા અશ્વિન વર્માની પહેલી પત્નીની દીકરી છે. ચાર વર્ષ જુના સ્ક્રીનશૉટમાં ઈશાએ રૂપાલી પર પરિવારને બરબાદ કરી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રૂપાલી પર ગંભીર આરોપો
ઈશાએ પોસ્ટ કરતાં લખ્યું કે-આ ખૂબ જ દુઃખદ છે. રૂપાલી ગાંગુલીની સાચી સ્ટૉરી કોણ જાણે છે? તેનું અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી અફેર હતું જ્યારે તે તેના બીજા લગ્નમાં પણ હતો. અશ્વિનને તેના પહેલા લગ્નથી 2 પુત્રીઓ છે. તે એવી ક્રૂર છે જેણે મને અને મારી બહેનને મારા પિતાથી અલગ કરી દીધા. મુંબઈ આવતા પહેલા તે 13-14 વર્ષ ન્યૂજર્સી અને કેલિફૉર્નિયામાં રહેતો હતો. હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે હંમેશા મીડિયામાં દાવો કરે છે કે તેનું લગ્ન જીવન કેટલું સારું છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરવાનો પ્રયાસ કરું છું, ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મારી માતા અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળે છે. 2021માં ઈશા વર્મા પણ તેની સાવકી માતા રૂપાલી ગાંગુલી અને પિતા અશ્વિન વર્મા સાથે એક ફ્રેમમાં જોવા મળી હતી. ત્રણેય એકસાથે પોઝ આપ્યા હતા. એક્ટ્રેસે ઈશાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ લાઈક કર્યો હતો. સાવકી દીકરીએ જાણાવી અફેરની કહાની
ઈશાએ તેના માતા-પિતાનાં લગ્ન અને તેના જીવનમાં રૂપાલી ગાંગુલીના આગમન વિશે વાત કરી. ઈશા કહે છે કે, મારાં માતા-પિતાએ 1997માં લગ્ન કર્યાં હતાં અને 2008 સુધી છૂટાછેડા લીધા ન હતા. અમારી પાસે આના પુરાવા પણ છે. રૂપાલી કહે છે તે બંને (અશ્વિન અને રૂપાલી) મિત્રો હતાં અને આ પહેલાં પણ એકબીજાને પ્રેમ કરતાં હતાં. રૂપાલીએ એક્ટ્રેસ તરીકે જે ટીવી એડ્સ કરી હતી તેની તસવીરો છે જેના ડાયરેક્ટર મારા પિતા હતા. અહીંથી અફેરની શરૂઆત થઈ હતી. એક સમયે તે ત્રણ મહિના માટે શૂટિંગ પર હતા અને થોડા સમય માટે ન્યૂ જર્સી આવતા જતા હતા. ત્યારે અમને આ વિશે ખબર ન હતી પણ રૂપાલી અમારા બધા વિશે જાણતી હતી. અશ્વિન અને રૂપાલીના લગ્ન 2013માં થયાં હતાં. રૂપાલીના પતિ અશ્વિનનો ખુલાસો
હવે વિવાદ બાદ આ મામલે રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિનએ કેટલીક વાતો કહી છે. અશ્વિન કે વર્માનું કહ્યું કે, મારે પહેલા લગ્નમાંથી દીકરીઓ છે – એક એવી વસ્તુ કે જેના વિશે મેં અને રૂપાલી હંમેશા ખુલ્લેઆમ વાત કરી છે અને જેની હું ખૂબ કાળજી રાખું છું. હું સમજું છું કે મારી નાની દીકરીને હજુ પણ તેના માતા-પિતાના અલગ થવાથી ખૂબ જ દુઃખ છે, કારણ કે છૂટાછેડા એ એક મુશ્કેલ અનુભવ છે જે તે લગ્નમાંથી જન્મેલા બાળકોને ભારે અસર અને નુકસાન પહોંચાડી શકે છે. અશ્વિને વધુમાં લખ્યું કે, લગ્ન ઘણા કારણોસર તૂટે છે. પડકારો જે તેની અને મારી વચ્ચે હતા અને અન્ય કોઈ વ્યક્તિ સાથે તેને કોઈ લેવાદેવા નથી. હું ફક્ત મારા બાળકો અને મારી પત્ની માટે શ્રેષ્ઠ ઈચ્છું છું અને મીડિયા કોઈને પણ નકારાત્મકતાના ચક્રમાં ખેંચે છે તે જોઈને મને દુઃખ થાય છે.