back to top
Homeગુજરાતવડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ 'સાંસ્કૃતિક પ્રદર્શન'ની ઝાંખી:રંગ બે રંગી ફુવારાઓ અને લાઈટ એન્ડ...

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ‘સાંસ્કૃતિક પ્રદર્શન’ની ઝાંખી:રંગ બે રંગી ફુવારાઓ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો એ મન મોહી લીધા, હરિભક્તોએ કહ્યું-‘પ્રદર્શન ખૂબ જ અદભૂત અને અવિસ્મરણીય’

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ એવા વડતાલ ધામમાં વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થનાર છે. ત્યારે આ પહેલા વિશાળ 14 ડોમમાં તૈયાર થયેલા સાંસ્કૃતિક પ્રદર્શનને થોડા દિવસ અગાઉ ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા ભક્તો તહેવારોના સમયમાં ઉમટી પડ્યા છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જુદા જુદા 8 વિભાગોમાં ભારતીય, વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરે છે. જે પ્રદર્શનની ઝાંખીનો અદભૂત નજારો હરિભક્તો માણી રહ્યા છે. ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરી વિવિધ આકર્ષણો છે. આ પ્રદર્શનનો રાત્રિના અદભૂત નજારો હરીભક્તોના મન મોહી લે છે. ભારતીય પંરપરા સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર દિવ્ય પ્રદર્શન
વિક્રમ સંવત 1881 કારતક સુદ બારસના દિને વડતાલમાં શ્રીહરીના સ્વહસ્તે ગર્ભગૃહમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ વિગેરે ભગવાન સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ હતી. જેને આજે સંવત 2081માં કારતક માસમાં 200 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન આ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જે ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયને ઝાંખી આપતુ અને ભારતીય પંરપરા સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર દિવ્ય પ્રદર્શન 24 ઓક્ટોબરથી ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ તહેવારોના સમયમાં ભક્તોનો ભારે ભરખમ ઘસારો જોવા મળ્યો હતો. પ્રદર્શનને નિહાળવા દૈનિક હજારો ભક્તો આવે છે
​​​​​​​મહત્વનુ છે કે, આ મહાઉત્સવની છેલ્લા એક વર્ષથી હરિભક્તો કાગડોળે રાહ જોતા હતા અને તેના ઉપલક્ષ્યમાં અનેક ધાર્મિક, સામાજિક માનવિય અભિગમ સાથેની વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ વડતાલ મંદિર દ્વારા કરાઈ હતી. આ મહોત્સવ પહેલા શરૂ થયેલા ‘સાંસ્કૃતિક પ્રદર્શન’ને નિહાળવા દૈનિક હજારોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા છે. વિશાળ 14 ડોમમાં 8 વિભાગોમાં સાંસ્કૃતિક પ્રદર્શનની ઝાંખીનો અદભૂત નજારો જોવા હરિભક્તો ઉમટ્યા છે. ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરી વિવિધ આકર્ષણો છે. બાળકો માટે આ પ્રદર્શન તેના જ્ઞાનમાં પણ વધારો કરે છે: સ્વયંમસેવક
ડભાણના વતની અને પ્રદર્શન વિભાગમાં સેવા આપતા મિતેશભાઈ મહિડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વિશાળ પ્રદર્શન 14 ડોમમાં છે. જે સમજવા અને જાણવા જેવું છે. અસંખ્ય હરિભક્તો અહીંયા આવે છે અને એક સારા વિચાર અને અનુભવ સાથે લઈને જાય છે. ખાસ કરીને નાના બાળકો માટે આ પ્રદર્શન ખુબજ ઝાંખી રૂપ છે તેના જ્ઞાનમાં પણ વધારો કરે છે. રાત્રિના ડેકોરેશનનો ઝગમગાટ હરિભક્તોના મન મોહી લે છેઃ ભક્ત
સુરતથી આ પ્રદર્શનને નિહાળવા આવેલા હરિભક્ત સતિષભાઈ ત્રાડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિવાળી વેકેશન હોય અમે અહીંયા સુરતથી પરિવાર સાથે આ પ્રદર્શન નિહાળવા આવ્યાં છીએ, પ્રદર્શનમાં ડેકોરેશન પણ એટલું સરસ છે. ખાસ કરીને રાત્રિનું ડેકોરેશનનો ઝગમગાટ એટલો સુંદર છે જે હરિભક્તોના મન મોહી લે છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું આ પ્રદર્શનઃ ભક્ત
સુરતથી આવેલા અન્ય હરીભક્ત પિયુષ ત્રાડા સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, અહીંયા લાઇટિંગ-શો નો અદભુત નજારો છે. લોક સુંદરતા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું આ પ્રદર્શન છે. ખાસ કરીને આ લાઇટિંગ-શો ના અદભૂત નજારાને નિહાળવા જેવો છે. મહારાજના ચરિત્રોની ઝાંખી અહીંયા દર્શાવવામાં આવીઃ ભક્ત
અમદાવાદના રાણીપ ખાતેથી પ્રદર્શન નિહાળવા આવેલા પંડ્યા રેખાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રદર્શન ખૂબ જ અદભુત અને અવિસ્મરણીય છે, મહારાજના ચરિત્રોની ઝાંખી તેમજ સમાજ ઉપયોગી સંદેશ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. સાંસ્કૃતિક પ્રદર્શનની વિશેષતાઓ તરફ એક નજર દ્વિશતાબ્દી મહોત્સવનો સમગ્ર કાર્યક્રમ
7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments