વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનું જંગ બની ગઈ છે. આજે ભાભર ખાતે ભાજપના યોજાયેલા સંમેલનમાં ભાજપ સરકારના મંત્રી અને કેબિનેટ મંત્રી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી , શંકર ચૌધરી, ભાનુબેન બાબરીયા, બળવંતસિંહ રાજપુત સહિતના મંત્રીઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા અને સ્વરૂપજી માટે મત માગ્યા હતા. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ આમ ત્રિપાખીઓ જંગ કહી શકાય અને આ બેઠકને કોઈપણ ભોગે હાસલ કરવા માટે ભાજપે એડીચોટી જોર લગાવી દીધું છે. આજે ભાભર ખાતે ભાજપની સ્નેહ મિલનમાં અડધું મંત્રીમંડળ હાજર રહ્યું હતું અને લોકો પાસે મત માગ્યા હતા. વાવ વિધાનસભા એ સાત વર્ષથી કોંગ્રેસ પાસે છે અને જેને કારણે તેનો વિકાસ રૂંધાયો છે એટલે નકારાત્મક રાજનીતિને અલવિદા કરી અને એ માટે ભાજપના નેતાઓ એ મત માગ્યા હતા. અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરીએ નડાબેટ બોર્ડર ટુરીઝમ સહિત નર્મદા કેનાલ થકી પાણીની વ્યવસ્થા હોસ્પિટલ ની વ્યવસ્થાના સરકારના કામોના વિકાસની વાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિકાસમાં વચ્ચે બીજાની આવશ્યકતા રહેતી નથી માટે તમે સીધો ઉમેદવાર મોકલો. આ સાથે સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 70 વર્ષથી ઉપરની ઉંમરના દરેક લોકોનું કાર્ડ બનાવી દેવાનું છે. અને તેમના સ્વાસ્થ્ય માટે કોઈ મર્યાદા નહીં રહે ત્યારે મોબાઈલ ચિપ્સ જે સેમીકંડક્ટરની ઇન્ડસ્ટ્રીઝ સૌપ્રથમ દેશમાં આવી છે. અને એ પણ સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રી ગુજરાતના સાણંદમાં આવી છે.