વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન નવી હરાજી અને ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર (બે પૈંડાવાળા વાહનો)માં GJ15EI, ફોર વ્હીલર (ચાર પૈડાવાળા વાહનો) માટે GJ15CQ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ (આઠ પૈડાવાળા માલવાહક વાહનો) માટે GJ15AX સિરિઝના પ્રાઈવેટ વાહનો માટે 0001 થી 9999 નંબર માટે નવી હરાજી અને ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ફેર હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે.