દેશમાં 5જી ઈન્ટરનેટનો દોર ચાલી રહ્યો છે ત્યારે ઝડપી ઈન્ટરનેટ લોકોને મળી રહ્યું છે. ઈન્ટરનેટને પગલે લોકો સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે. હવા, પાણી અને ખોરાકની માફક લોકોના જીવનમાં આ બધું પણ જરૂરી બની ગયું છે. તેવી સ્થિતિ છે. તેવામાં સોશિયલ મીડિયા પર સાયબર માફિયાનો ડોળો હોય છે. જેથી હેકિંગના કિસ્સાઓ પણ રોજબરોજ વધી રહ્યા છે. તેવામાં વ્હોટ્સએપ હેકિંગના ચોંકાવનારા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. વાત કરીએ વડોદરાની તો વડોદરા સાયબર ક્રાઈમમાં વ્હોટ્સએપ હેકિંગની 100થી વધુ અરજીઓ કરાઈ છે. જેમાં સાયબર ઠગ પીડિતના સગા-સંબંધી અને મિત્રો સહિતને મેસેજ કરીને કહે છે કે, ‘મારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ શકતા નથી, મને રૂપિયા માંગતા શરમ આવે છે, પરંતુ મારે રૂપિયાની તાત્કાલિક જરૂર છે, જેથી મારી મદદ કરો’ લિંક મોકલીને સાયબર ઠગ હેક કરે છે
વડોદરા સાયબર ક્રાઈમના એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વ્હોટ્સએપ હેકિંગના કિસ્સાઓ અત્યારના સમયમાં ધ્યાને આવ્યા છે. જેમાં ભોગ બનનારને એક લિંક મોકલવામાં આવતી હોય છે અને તેમને કહેવામાં આવતું હોય છે કે ,તમારું વ્હોટ્સએપ એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે. તમારે OTP આપીને તેને વેરિફાઈ કરવાનું રહેશે. આવા સમયે ભોગ બનનાર એ લિંક ખોલીને તેમાં OTP નાંખતા હોય છે. હકીકતમાં એ પેજ ઈન પેજ અથવા તો વેબસાઈટ ઈન વેબસાઈટ હોય છે. તો એ માહિતી કેપ્ચર કરીને સાયબર માફિયાઓને ભોગ બનનારના એકાઉન્ટનું એક્સેસ લઈને એમાં ઈ-મેઈલ વેરિફિકેશન કરાવીને પોતાની પાસે એક્સેસ રાખતા હોય છે અને એ એકાઉન્ટથી ભોગ બનનારના સગા, મિત્રો અને પાડોશીઓ પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે. સાયબર સહાયતા ડેસ્કથી તાત્કાલિક મદદ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વ્હોટ્સએપ હેકિંગની દર મહિને 100 જેટલી અરજી આવતી હોય છે. અમારે ત્યાં બનાવવામાં આવેલા સાયબર સહાયતા ડેસ્ક દ્વારા તેમને તાત્કાલિક મદદ કરવામાં આવતી હોય છે અને એક્સેસ રિમૂવ કરવામાં આવતું હોય છે અને વધારે ક્રાઈમ બનતું અટકાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અત્યારે વ્હોટ્સએપ હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક હેકિંગના કિસ્સાઓ પણ સામે આવે છે. વ્હોટ્સએપમાં એક નવું ફીચર અપડેટ
તેઓએ ઉમેર્યું હતું કે, વ્હોટ્સએપમાં એક નવું ફીચર અપડેટ થયું છે. જેમાં એક ટુ સ્ટેપ વેરિફિકેશન અને એક ઈ-મેઈલ ઓથેન્ટિકેશન સર્વિસ એડ કરવામાં આવી છે. તમે જો ટુ-સ્ટેપ વેરિફિકેશનની સાથે જો ઈ-મેલ વેરિફિકેશન કર્યું હોય તો જો તમારો એકાઉન્ટ હેક પણ થાય તો માત્ર એક મિનિટમાં તમે એને રિક્વર કરી શકો છો. આવા કિસ્સાઓમાં વેરિફિકેશન કરાવવું હિતાવહ છે. પોતાને સાયબર ફ્રોડથી સાવચેત રાખો
તેઓએ કહ્યું હતું કે, કોઈપણ વેબસાઈટ કે લિંક પર ક્લિક કરો તો તેની ઓથેન્ટિસિટી ધ્યાનમાં રાખવી. સેન્ટર ટ્રસ્ટેડ હોઈ શકે, પરંતુ લિંક ટ્રસ્ટેડ નથી હોતી. કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલા ધ્યાન રાખો. અત્યારે એક નવું ફીચર પણ આવી છે, જેમાં લિંક પર ક્લિક કરતાં કહેવામાં આવે છે કે આ લિંક સેફ નથી. જેથી જરૂરિયાત હોય તો જ લિંક પર ક્લિક કરો અને પોતાની જાતને સાયબર ફ્રોડથી સાવચેત રાખો. સિનિયર સિટિઝનના 20 પરિચિતો પાસે રૂપિયા મંગાયા
વડોદરાના એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, મારૂં વ્હોટ્સએપ એકાઉન્ટ હેક થયું હતું. જેથી મારી જાણ બહાર મારા વ્હોટ્સએપના માધ્યમથી મારા મિત્રો, સગા-સંબંધીઓ, પાડોશીઓ સહિત મારા મોબાઈલમાં સેવ કોન્ટેક્ટ નંબરવાળા 20 જેટલા લોકો પાસેથી સાયબર માફિયાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હતા. સાયબર માફિયાઓએ મારા ઓળખીતા લોકોને વ્હોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, ‘મારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ શકતા નથી, મને રૂપિયા માંગતા શરમ આવે છે, પરંતુ મારે રૂપિયાની તાત્કાલિક જરૂર છે, જેથી મારી મદદ કરો’ મને આ વાતની જાણ થતાં મેં મારા મિત્રોને આ પ્રકારે રૂપિયાના આપવા કહ્યું હતું અને મારું વ્હોટ્સએપ તુરંત જ રિક્વર કરાવ્યું હતું. વ્હોટ્સએપ કેવી રીતે હેક થાય? ઈન્સ્ટાગ્રામ કેવી રીતે હેક થાય વ્હોટ્સએપ હેક થતું અટકાવવા શું કરવું? વ્હોટ્સએપ હેક થતું અટકાવવા શું કરવું?