અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જંગલ વિસ્તામાંથી સિંહ-દીપડા હવે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસીને શિકાર કરે એ રૂટિન થઇ ગયું છે. પશુઓ સાથે હવે સિંહોના માનવ પરના હુમલા પણ વધી રહ્યા છે. આજે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય પણ પહોંચ્યા
સિંહણના આ હુમલા અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં આજે સાંજના સમયે સિંહણ એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીને જડબામાં ઝકડીને દુર લઇ ગઇ હતી. જેની જાણ પરિવારજનોએ વન વિભાને કરતાં વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અનિરુદ્ધવાળા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા
વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય અને આખા ગામ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા છે. જોકે, બાળકીના ઘણા અંગો હજી મળ્યા નથી. હાલ વન વિભાગ બાળકીના અંગોની શોધખોળ કરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સિંહણે બાળકનો શિકાર કરવાની ઘટના હજી 15 દિવસ પહેલાં જ સામે આવી હતી. 15 દિવસ અગાઉ પણ જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. જેમાં વનવિભાગની ટીમે 24 કલાક બાદ ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પુરી હતી. અચાનક સિંહણ આવી અને એક બાળકને ઢસડી ગઈ
15 દિવસ અગાઉ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં રામકુભાઈ ધાખડાની વાડીમાં લાલજીભાઈ જોળિયાનો પરિવાર કપાસ વીણતો હતો અને બે બાળકો બાજુમાં રમતાં હતાં. આ દરમિયાન અહીં અચાનક એક સિંહણ આવી ચડી હતી અને બે બાળકમાંથી પાંચ વર્ષીય આરુષ લાલજીભાઈ જોળિયાને જબડામાં પકડીને દૂર ઢસડી ગઇ હતી. અન્ય બાળકે બૂમાબૂમ કરતાં પરિવારને જાણ થઇ
પાંચ વર્ષીય આરુષને સિંહણ જડબામાં પકડીને દૂર ઢસડી જતાં સાથે રમતા અન્ય બાળકે બૂમાબૂમ કરતાં કપાસ વીણતા લાલજીભાઈ જોળિયાના પરિવારને જાણ થઇ હતી, જેથી તેમણે તરત શોધખોળ હાથ ધરી હતી. જોકે કપાસના પાકમાં સિંહણ બાળકને લઇને ગાયબ થઇ ગઇ હતી. જેથી લાલજીભાઈ જોળિયાએ તરત વાડીમાલિક અને ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયાં હતાં. ત્રણ કલાકની શોધખોળ બાદ માત્ર અવશેષો મળ્યા
આ બાદ ગ્રામજનોએ જાફરાબાદ રેન્જ વન વિભાગને જાણ કરતાં વન વિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ બે-ત્રણ કલાક શોધખોળ કર્યા બાદ મોડીરાતે બાળકોના માત્ર અવશેષો જ મળ્યા હતા. વન વિભાગે બાળકના અવશેષો એકત્ર કરી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલને થતાં તેમણે સિંહણ તાત્કાલિક પાંજરે પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. બાદમાં 24 કલાકમાં સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ
સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુ:ખદ ઘટનાને લઇને વન વિભાગ અને વન્યપ્રાણીઓ સામે ગ્રામજનોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હવે તો ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. કામ પર કઇ રીતે જવું? જંગલ કરતાં તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમારે સિંહ નથી જોઇતા, વન વિભાગ સિંહોને અહીંથી લઇ જાય. ‘બે બાળકમાંથી એકને સિંહણ લઇ ગઇ’
આ ઘટના અંગે નવી જીકાદરી ગામના સરપંચ લાલભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, મજૂરો કપાસ વીણતા હતા અને એમનાથી થોડે દૂર બે છોકરા રમતાં હતાં. આ દરમિયાન સિંહણ આવી અને એક છોકરાને જબડામાં જકડીને લઇ ગઇ. બાદમાં અમે ગ્રામજનો ભેગાં થયાં વન વિભાગને જાણ કરી અને બે-ત્રણ કલાકની શોધખોળ બાદ છોકરાની ડેડબોડી મળી હતી. ‘વાડીએ જઇને કામ કઇ રીતના કરવું?’
સરપંચ લાલભાઈ બોરિચાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર જાણે કે સિંહ અને દીપડાનું ઘર બની ગયું છે. અહીં ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. તો વાડીએ જઇને કામ કઇ રીતના કરવું એ મોટો સવાલ છે. આ વિસ્તારમાં દરરોજ આવો એકાદ બનાવ બને જ છે. અમારી એક જ માગ છે કે વન વિભાગ આ વિસ્તારમાંથી સિંહ અને દીપડાઓને પાછા લઇ જાય.. આ પણ વાંચો: લોકોની પાછળ કૂતરાની માફક દીપડો દોડ્યો, CCTV આ પણ વાંચો: શ્વાન પર દીપડો કાળ બનીને ત્રાટક્યો, CCTV આ પણ વાંચો: કૃષિ યુનિ.ની લેબમાં દીપડો ઘૂસ્યો, VIDEO