back to top
Homeગુજરાતઅડધો મહિનો વિતશે પછી ઠંડી પડશે!:ગુજરાતમાં નવેમ્બરના પહેલા પખવાડિયાથી સામાન્ય ઠંડીનો માહોલ...

અડધો મહિનો વિતશે પછી ઠંડી પડશે!:ગુજરાતમાં નવેમ્બરના પહેલા પખવાડિયાથી સામાન્ય ઠંડીનો માહોલ રહેશે, ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે

નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે સામાન્ય ઠંડીનોઅનુભવ થઈ રહ્યો છે. સૂર્યાસ્ત બાદ ઠંડીનો માહોલ બનવા લાગે છે, જોકે, અગાઉના વર્ષોમાં નવેમ્બરમાં પડતી ઠંડી જેવો હજુ માહોલ જામ્યો નથી. ત્યારે હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં જ સામાન્ય ઠંડી પડશે એવી આગાહી કરી છે. દરમિયાન ડિસેમ્બરથી હાડ ગાળતી ઠંડી સહેવા માટે તૈયાર રહેવાની આગાહી કરી દીધી છે. વરસાદ બાદ ઓક્ટોબરમાં ગરમી પડી
હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતના દિવસોમાં સંપૂર્ણ મહિના દરમિયાન દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે નવેમ્બર 2024માં ગુજરાત રાજ્ય માટે પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં. નવેમ્બરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો
હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે, ત્યારબાદ ધીમેધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાના જણાવ્યા મુજબ, આ વર્ષે એટલે કે વર્ષ 2024માં ગુજરાત રાજ્ય માટે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતાઓ છે, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. એટલે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખૂબ મોટો તફાવત ન રહેતા નવેમ્બર માસના પાછલા પખવાડિયામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં દિવસે પણ ઠંડકનો અનુભવ થશે. એટલે કે, હાલમાં ગુજરાતવાસીઓ જે પ્રકારે દિવસે અત્યંત ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તે પ્રથમ પખવાડિયા બાદ ઓછી માત્રામાં રહેશે. અલનીનોની અસરને પગલે શિયાળો મોડો
નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે ઠંડીને શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અલનીનોની અસરને પગલે શિયાળો મોડો શરૂ થયો હોય તેવો અનુભવ રહેશે અને અલનીનોની અસરને કારણે ડિસેમ્બર માસમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. કારણ કે, નવેમ્બર માસના પાછલા પખવાડિયાથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments