back to top
Homeગુજરાતઅમદાવાદમાં છઠ્ઠ પૂજાની તડામાર તૈયારીઓ:સાબરમતી રિવરફ્રન્ટ પર ઉત્તર ભારતીયો ઉમટી પડશે, છઠ્ઠ...

અમદાવાદમાં છઠ્ઠ પૂજાની તડામાર તૈયારીઓ:સાબરમતી રિવરફ્રન્ટ પર ઉત્તર ભારતીયો ઉમટી પડશે, છઠ્ઠ પૂજાઘાટ ઘાટની સાફ-સફાઈ; શહેરમાં પણ ઠેરઠેર આયોજન

દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયના તહેવાર એવા છઠ્ઠ પૂજા મહાપર્વ આવે છે. આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં રહેતાં લાખો ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ્ઠ પૂજા ઘાટ સહિત અલગ જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે, જેને લઇ હવે વિવિધ ઉત્તર ભારતીય સંગઠનો દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. જેને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 30 હજાર આસપાસ લોકો ઘાટ પર પૂજા કરશે
શહેરમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે સાબરમતી નદીના કિનારે છઠ્ઠ પૂજા કરવા માટે ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને વિવિધ ઉત્તર ભારતીય સંગઠન દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી થતી હોય છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાંથી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. નદી પાસે આવેલા મેદાનમાં સાફ-સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આશરે 20થી 30,000 જેટલા લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા માટે આવશે. મુખ્યમંત્રી હાજરી આપશે, IAS-IPS અધિકારીઓ પણ જોડાશે
છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના અધ્યક્ષ ડો. મહાદેવ ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છઠ્ઠ પૂજા મહાપર્વનું અનેરુ મહત્વ હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો પૂજા કરવા માટે આવશે. આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, IAS અને IPS અધિકારીઓ પણ આ પૂજામાં ભાગ લેવા માટે આવશે. 7 નવેમ્બર ના રોજ સાંજે ચાર વાગ્યાથી આ પૂજાની શરૂઆત થશે જે બીજા દિવસે વહેલી સવારે આઠ વાગ્યા સુધી ચાલશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અંદાજે 25,000થી વધારે લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા મટે આવશે. રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરાશે
શહેરના અલગ અલગ અને દૂરના વિસ્તારમાંથી પૂજા કરવા માટે આવનારા લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે લોકો સાંજે અહીંયા આવશે. તેમના માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 5,000થી વધારે લોકો માટે જમણવાર કરવામાં આવશે. પછી રાત સુધી પૂજા અને ભજન કીર્તન લોકો ત્યાં બેસીને કરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા ઘાટ ઉપર કરવામાં આવી છે. પૂર્વાંચલ અને બિહારમાં સૌથી મોટા ઉત્સવ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા મહાપર્વનું અનેરૂ મહત્વ છે, ઉત્તર ભારતના પૂર્વાંચલ અને બિહારમાં સૌથી વધારે આ મોટા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેમ ગુજરાતમાં દિવાળીથી લઈ લાભ પાંચમ સુધી તહેવારની ઉજવણી થાય છે, તેમ ઉત્તર ભારતમાં ભાઈબીજથી લઈ છઠ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવતી હોય છે. મહિલાઓ ત્રણ દિવસ માટે ઉપવાસ રાખે છે. છેલ્લા દિવસે પાણીમાં ઊભા રહી અને ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ આપવામાં આવે છે. આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. શહેરમાં 10થી વધારે જગ્યાએ છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં લોકો રહેતા હોવાથી ત્યાં જ આયોજન કરવામાં આવ્યું છે મેઘાણીનગરના ડમરુ સર્કલ પાસે પણ છઠ્ઠ પૂજા આયોજન
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ડમરુ સર્કલ પાસે આવેલા અંબિકા નગરમાં પણ છઠ્ઠ પૂજા મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને NCP કોર્પોરેટર નિકુલસિંહ તોમર તેમજ કોર્પોરેટર ઉર્મિલાબેન દ્વારા અંબિકા નગરના મેદાનમાં છઠ્ઠ પૂજા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કામિનીબેન ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઘાણીનગર, કુબેરનગર અને સૈજપુરના આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે. અંદાજે 10,000 થી વધારે લોકો આ પૂજા કરવા માટે આવશે. ભોજપુરી ગાયક કલાકારોને પણ બોલાવાયા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રામેશ્વર સર્કલથી લઈને ડમરુ સર્કલ સુધી ડેકોરેશન કરવામાં આવશે. તેમજ ભોજપુરી ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે. મુંબઈની ગીતા દુબે અને ભોજપુરી સિંગર અમર રઘુવંશી પોતાનું પર્ફોમન્સ કરશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બાપુનગર, સૈજપુર, મેઘાણીનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પૂજા કરવા માટે આવતા હોય છે ત્યારે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી કરાય છે
અમદાવાદમાં હવે ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઇને આજથી પાંચ સાત વર્ષ પહેલા માત્ર સાબરમતી નદીના કિનારે ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી કરવામાં આવતી હતી, જેના માટે ખાસ ઘાટ બનાવવામાં આવ્યો છે, પરંતુ હવે મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાથી જે તે વિસ્તારમાં જ મોટા પ્લોટમાં આયોજન કરવામાં આવે છે. અમરાઈવાડી તેમજ ઇસનપુર વિસ્તારમાં વિશેષ આયોજન
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર તેમજ પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા છઠ્ઠ પૂજા મહાપર્વ ઠેર ઠેર આયોજન કરાયું છે. અમરાઈવાડી સત્યમનગર વિસ્તાર તેમજ ઇસનપુર વિસ્તારમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ઉત્તર ભારતના તમામ લોકોનું આસ્થાનો પ્રતીક એટલે છઠપૂજા ધામધૂમથી ઉજવી શકાય તે માટે સરકારી સંસ્થા સાથે સંકલન કરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યાં ક્યાં છઠ્ઠ પૂજા મહાપર્વની ઉજવણી થશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments