‘સરદાર ઉધમ’ અને ‘મદ્રાસ કેફે’ જેવી ફિલ્મો આપી નવો તડકો ઉમેરવો તે ડાયરેક્ટર શૂજિત સરકારની સિગ્નેચર સ્ટાઇલ છે. ‘વિકી ડોનર’, ‘પીકુ’ અને ‘ઓક્ટોબર’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા શૂજિત સરકાર હવે અભિષેક બચ્ચન સાથે તેની આગામી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું ટાઈટલ છે ‘આઈ વોન્ટ ટુ ટોક’. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ મહિનામાં મસાલા એન્ટરટેઇનર ફિલ્મોનો જાણે વરસાદ થઈ રહ્યો છે, તેમાં આ ફિલ્મ એક અલગ સ્ટોરી લઈને આવી છે. અભિષેક બચ્ચનનો અલગ લૂક
આ ફિલ્મમાં અભિષેકે અર્જુનનું પાત્ર ભજવ્યું છે, જે તેના રોજિંદા જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરે છે. અર્જુન (અભિષેક બચ્ચન) કદાચ કોઈ એવી મેડિકલ કંડીશનમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે તેની બોલવાની ક્ષમતા પર અસર થઈ રહી છે અથવા તો કદાચ તે જીવલેણ બિમારી છે. ટ્રેલરની શરૂઆતમાં જ અભિષેકના પાત્રની સર્જરી થતી જોવા મળે છે, જેના કારણે તેનું જડબું અને તેના ચહેરાનો નીચેનો ભાગ એવો થઈ ગયો છે કે તે વાત કરી શકતો નથી. બાપ-દીકરીની કહાની
ફિલ્મની સ્ટોરી એવી છે કે અભિષેકને તેની હાલત વિશે ખબર પડે છે. અને તેની વાત કરવાની ક્ષમતા પર અસર થાય તે પહેલા અભિષેક ઘણું બધું કહેવા માંગે છે. તેને ઘણા લોકોની માફી માંગવી છે જેમની સાથે તે સમય વિતાવી શક્યો નથી. તે ઘણા લોકોની સામે કેટલીક બાબતો વિશે પસ્તાવો કરવા માંગતો હોય તેવું લાગી રહ્યું છે. આ બિમારી વચ્ચે તે તેની દીકરીની સંભાળ રાખે છે. જ્યારે વ્યક્તિ પાસે સમય ઓછો હોય છે, ત્યારે તે સંબંધોને કેવી રીતે જુએ છે? તે કેવી રીતે તેના અંગત સંઘર્ષને ઓળખે છે અને તે જીવનને કઈ દૃષ્ટિએ જુએ છે, ‘આઈ વોન્ટ ટુ ટોક’ આવી જ એક સ્ટોરી લઈને આવી રહ્યું છે. ફિલ્મ કયારે રિલીઝ થશે?
અભિષેક બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. આ ટ્રેલર શેર કરતા અભિષેકે લખ્યું, ‘જે સામાન્ય જીવનની શોધમાં અસાધારણ પડકારોનો સામનો કરે છે’. અભિષેકે આગળ લખ્યું, હું વાત કરવા માંગુ છું તે 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.