અભિનેત્રી અથિયા શેટ્ટી આજે 5 નવેમ્બર, 2024 ના રોજ તેનો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે તેના પિતા અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર જૂની યાદો તાજી કરી હતી. સુનીલે આથિયાના બાળપણની કેટલીક મનોહર અને અત્યાર સુધી નહી જોવાયેલી તસવીરો શેર કરી અને તેના ખાસ દિવસે તેના જીવનની સૌથી મોટી ખુશી માટે એક ભાવનાત્મક નોટ પણ લખી. સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે, ‘મારા બેસ્ટ પાર્ટને હેપ્પી બર્થ ડે, કાયમથી મારી ફેવરિટ, મારી સૌથી શ્રેષ્ઠ મિત્ર, મારી વિશ્વાસુ અને મારા જીવનની સૌથી મોટી ખુશીને જન્મદિવસની શુભકામનાઓ… તને અસીમ પ્રેમ…ટિયા.’ નાનકડી આથિયા પારણામાં જોવા મળી
આમાંની પહેલી તસવીરમાં આથિયા પારણામાં રમતી જોવા મળે છે. બીજી તસવીરમાં આથિયા કેમેરા તરફ જોઈ રહી છે. ત્રીજામાં, તે તેના રમકડાથી રમી રહી છે જ્યારે છેલ્લામાં, બંને બાળકો તેમના પિતા સાથે મસ્તી કરતા જોવા મળે છે. છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી.
સુનીલ શેટ્ટીની આ પોસ્ટ પર ચાહકોએ આથિયાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, સુનીલ શેટ્ટીનું કરિયર બોલિવૂડમાં ઘણું સફળ રહ્યું છે પરંતુ, અથિયા આ બાબતમાં પાછળ રહી ગઈ છે. અથિયાએ 2015માં ‘હીરો’થી ડેબ્યૂ કર્યું હતું અને 2019 સુધી તેણે માત્ર 4 ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2019માં આથિયા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની તેની ફિલ્મ ફ્લોપ રહી હતી. તેણે 2018ની ફિલ્મ ‘નવાબઝાદે’ના એક ગીતમાં પણ સ્પેશિયલ અપિયરન્સ આપ્યું હતું. આથિયાએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા
આથિયાએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2023માં સુનીલ શેટ્ટીના લોનાવાલા બંગલામાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા. આથિયાની નેટવર્થ કેટલી છે?
અથિયાનું ફિલ્મી કરિયર ભલે ખૂબ ટૂંકું રહ્યું હોય, પરંતુ તેની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાની આસપાસ છે. નોંધનીય છે કે, આથિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને યુટ્યુબ ચેનલથી સારી કમાણી કરી રહી છે. આથિયા ઘણીવાર ફેશન શૂટ સાથે રિલેટેડ ગ્લેમર વર્લ્ડમાં એક્ટિવ જોવા મળે છે.