ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સના જાહેર કરાયેલા રિપોર્ટમાં દેશના બે શહેરો સમગ્ર એશિયામાં સૌથી વધુ ટ્રાફિક અને સૌથી વધુ વાહનોની ભીડ ધરાવતા શહેરોમાં ટોપ પર છે. આમાં બેંગલુરુ પ્રથમ સ્થાને અને પુણે બીજા નંબરે છે. બેંગલુરુમાં ફોર-વ્હીલરમાં 10 કિમીનું અંતર કાપવામાં 28 મિનિટ10 સેકન્ડ લાગે છે. પુણેમાં આટલું જ અંતર કાપવામાં 27 મિનિટ 50 સેકન્ડ લાગે છે. આ સિવાય નવી દિલ્હી 12મા સ્થાને અને મુંબઈ 14મા સ્થાને છે. નવી દિલ્હીમાં 10 કિમી અંતર કાપવામાં સરેરાશ 21.40 મિનિટ અને મુંબઈમાં 21.20 મિનિટનો સમય લાગે છે. ગ્લોબલ લિસ્ટમાં બ્રિટનની રાજધાની લંડન અને આયર્લેન્ડની રાજધાની ડબલિન એ સૌથી વધુ ટ્રાફિક અને સૌથી વધુ વાહનોની ભીડ ધરાવતા શહેરો છે. લંડનમાં 10 કિમીનું અંતર કાપવામાં સરેરાશ સમય 37.20 મિનિટ અને ડબલિનમાં 29.30 મિનિટનો સમય નોંધાયો હતો. રિપોર્ટમાં 55 દેશોના 387 શહેરોના ટ્રાફિક ટ્રેન્ડ ડેટા વિશે માહિતી આપવામાં આવી છે. તેમજ, એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબ, શહેરોની વધતી વસ્તીને કારણે, શહેરી વાહનોની સંખ્યા દર 6 વર્ષે બમણી થઈ રહી છે. ગ્લોબલ લિસ્ટમાં સૌથી વધુ ટ્રાફિક જામવાળા વિશ્વના ટોપ 10 શહેરો- 1. લંડન 2. ડબલિન 3. ટોરોન્ટો 4. મિલાન 5. લિમા 6. બેંગલુરુ 7. પુણે 8. બુકારેસ્ટ 9. મનિલા 10.બ્રુસેલ્સ દર વર્ષે 4.4 કરોડ લોકો શહેરની વસ્તી સાથે જોડાઈ રહ્યા છે
એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબ વિકાસને જાળવી રાખવા માટે, એશિયાને 2030 સુધીમાં વાર્ષિક અંદાજે 142 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. આમાંથી 30%થી વધુ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખર્ચવાની જરૂર પડશે. એશિયામાં દર વર્ષે 4.4 કરોડ લોકો શહેરની વસ્તીમાં જોડાય છે. દેશના 11 લાખ બાળકો બાળ લગ્નના જોખમમાં છે, યુપીમાં આ બાળકોની સંખ્યા 5 લાખથી વધુ છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેણે વર્ષ 2023-24માં બાળ લગ્નના જોખમમાં રહેલા 11 લાખ બાળકોની ઓળખ કરી છે. કમિશન મુજબ એકલા ઉત્તર પ્રદેશમાં જ આવા 5 લાખથી વધુ બાળકો છે જેમને બાળ લગ્નનું જોખમ છે. NCPCR એ માહિતી આપી હતી કે તેમણે બાળ લગ્ન અટકાવવા માટે અધિકારીઓ, જિલ્લા સત્તાધિકારી અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે મળીને બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળ ઘણા પગલાં લીધાં છે. દેશની 25 હાઈકોર્ટમાં 58 લાખ કેસ પેન્ડિંગઃ છેલ્લા 30 વર્ષથી 62 હજાર કેસ પેન્ડિંગ
દેશના પેન્ડિંગ કેસ અંગે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડનો રિપોર્ટ આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની કુલ 25 હાઈકોર્ટમાં 58 લાખ 59 હજાર કેસ પેન્ડિંગ છે. તેમાંથી લગભગ 42 લાખ કેસો સિવિલ અને 16 લાખ કેસ ક્રિમિનલના છે. આ 58 લાખમાંથી 62 હજાર કેસ 30 વર્ષથી પેન્ડિંગ છે. તેમજ, 3 કેસ 72 વર્ષથી ચાલી રહ્યા છે. આ 3 કેસમાંથી 2 કેસ કલકત્તા હાઈકોર્ટમાં અને 1 કેસ મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રિપોર્ટ અનુસાર, દેશની તમામ કોર્ટ (સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ અને અન્ય કોર્ટ)માં 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે.