back to top
Homeગુજરાતઓપરેશન મિલાપ:વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 10 માસના ઓપરેશન મિલાપ હેઠળ 400...

ઓપરેશન મિલાપ:વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 10 માસના ઓપરેશન મિલાપ હેઠળ 400 જેટલા ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 10 માસથી વલસાડ જિલ્લામાં અપહરણ થનાર બાળકો અને ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા ઓપરેશન મિલાપ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મિલાપ હેઠળ 10 માસમાં જિલ્લાના તમામ પોલીસ મથકોની ડિસ્ટાફની ટીમ દ્વારા ગુમ થનાર વ્યક્તિઓના પરિવાર જનોની પ્રાથમિક પૂછપરછ અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને વર્ષ 2008થી 2024 સુધીમાં અપહરણ થનાર 18 વર્ષથી નાની ઉંમરના કુલ 112 અને 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થનાર 288 માલી કુલ 400 લોકોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે સફળતા મળી હતી. જેમાં સૌથી વધુ ચાલુ વર્ષના ગુમ થનાર કે અપહરણ થયેલા બાળકો મળી કુલ 287 વ્યક્તિઓને શોધવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે. વલસાડ SP ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના તમામ પોલીસ મથકના ડીસ્ટાફની ટીમ અને MOBની ટીમને જિલ્લામાં છેલ્લા 16 વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી સોંપવામાં આવી હતી. વલસાડ જિલ્લાના તમામ ડિસ્ટાફ અને MOBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ગુમ થયેલા વ્યક્તિઓ અને અપહરણ થયેલા બાળકોને શોધવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ડિસ્ટાફની ટીમ અને MOBની ટીમે જે તે સમયના ફરિયાદના કાગળો તથા સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતુ. આ તમામ કિસ્સાઓમાં ગુમ થનાર કે અપહરણ થનાર વ્યાજતીઓ રાજ્ય બહાર હોવાનું જાણવા મળતા તાત્કાલિક નજીકના પોલીસની ટીમની મદદ લઈને ગુમ થનાર કે અપગરણ થનાર બાળકોને શોધીકાઢવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી હતી. માત્ર 10 મહિનામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે 18 વર્ષની નાના 36 બાળકો અને 76 બાળકી મળી કુલ 112 અપહરણ થયેલા સગીરોને શોધવામાં સફળતા મળી હતી. જ્યારે 18 વર્ષથી વધુના 182 મહિલાઓ અનેબ106 પુરુષ મળી કુલ 288 જેટલા 18 વર્ષથી વધુની ઉંમરના ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવામાં વલસાડ પોલીસની ટીમને સફળતા મળી છે. છેલ્લા 16 વર્ષમાં વલસાડ જિલ્લામાં અપહરણ થયેલા સગીર 112 અને ગુમ થયેલા 18 વર્ષથી વધુના 288 મળી કુલ 400 લોકોને 10 મહિનામાં શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. ઓપરેશન મિલાપ હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે તમામ લોકોને તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. ગુમ થનાર વ્યક્તિઓનું જરૂરી કાઉન્સિલિંગ કરવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે સરપંચો અને સભ્યોની પણ મદદ લીધી
દેશના અલગ અલગ રાજયના જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ડ કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ સધન અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતુ. આ અભિયાનમાં માહે. જાન્યુઆરી થી ઓક્ટોબર 2024 દરમ્યાન ફક્ત 10 માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ 112 તથા 18 વર્ષથી વધુના સ્ત્રી-પુરૂષ કુલ- 288 મળી કુલ-400 શોધી કાઢવામાં મોટી સફળતા મેળવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments