back to top
Homeસ્પોર્ટ્સઓલિમ્પિક 2036 અમદાવાદમાં રમાશે:ભારતે દાવેદારી નોંધાવી, IOCને પત્ર લખ્યો; જો મંજૂરી મળશે...

ઓલિમ્પિક 2036 અમદાવાદમાં રમાશે:ભારતે દાવેદારી નોંધાવી, IOCને પત્ર લખ્યો; જો મંજૂરી મળશે તો ગુજરાતમાં ઈતિહાસ સર્જાશે

5 એપ્રિલ, 1896ના રોજ લગભગ 50 હજાર દર્શકોથી ભરેલા એથેન્સના સ્ટેડિયમમાં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી. હવે આટલાં વર્ષો બાદ ​​​​​​ભારતે ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાનીનો દાવો કર્યો છે. આ અંતર્ગત ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ (IOC)ને પણ પત્ર લખ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના ભાસ્કરનાં સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારત સરકારે 1 ઓક્ટોબરના રોજ એક પત્ર ઓફ ઈન્ટેન્ટ દ્વારા IOCને ગેમ્સનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત ઓલિમ્પિક ગેમ્સના યજમાની મેળવી લે છે, તો તે પ્રથમ વખત બનશે કે ઓલિમ્પિક ગેમ્સ ભારતના શહેરમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું – ‘ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે.’ 3 મહિના પહેલાં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર સહિત 6 મેડલ જીત્યા હતા. 2023માં ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે તમે ટૂંક સમયમાં ભારતમાં પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થતું જોશો. અમે 2036માં ઓલિમ્પિકના આયોજન માટે શક્ય તમામ પ્રયાસોમાં વ્યસ્ત છીએ. 2032 સુધી યજમાની નક્કી કરવામાં આવી છે, 2036 માટે બિડિંગ થશે
2032 સુધી ઓલિમ્પિકની યજમાની નક્કી કરવામાં આવી છે. 2032ની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવી છે. જ્યારે 2028 ઓલિમ્પિક્સ લોસ એન્જલસમાં યોજાવાની છે. ભારતે 2 એશિયન અને એક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે
ભારતે અત્યારસુધીમાં 3 મલ્ટી-સ્પોર્ટસ ગેમ્સનું આયોજન કર્યું છે. દેશે છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ પહેલાં આપણા દેશમાં 1982 અને 1951ની એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારતે છેલ્લી બે ઓલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ સાત મેડલ જીત્યા, જે અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક પ્રદર્શન હતું. આ ઉપરાંત આ વર્ષે પેરિસમાં આયોજિત ઓલિમ્પિક 2024માં પણ ભારતે 6 મેડલ જીત્યા હતા. જે સાબિત કરે છે કે ભારતીય રમતોમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. ભારતે 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને હવે તે ઓલિમ્પિક જેવી મહત્ત્વની ઇવેન્ટની યજમાની કરવા તૈયાર છે. ભારતના રમતગમત ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ સાબિત થઈ શકે છે, જે દેશના ખેલપ્રેમીઓ અને ખેલાડીઓ માટે ઐતિહાસિક તક બની શકે છે. આ દાવો એ પણ સ્પષ્ટ કરે છે કે ભારત હવે રમતગમતના ક્ષેત્રમાં પોતાની ઓળખને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઓલિમ્પિક સાથે જોડાયેલા અન્ય સમાચારો વાંચો 2036ની ઓલિમ્પિકના યજમાન બનવા તૈયારી:નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 80% કામ પૂરું, 3-4 મહિનામાં જ લોકાર્પણ 2036ની ઓલિમ્પિકના યજમાન બનવા ભારતની તૈયારી છે. અમદાવાદ ઓલિમ્પિક રમત માટે એક કેન્દ્ર બની શકે છે. કેન્દ્રે ખેલો ઈન્ડિયા ગ્રાન્ટ હેઠળ નારણપુરામાં 631 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની 80 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે 4 મહિનામાં જ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થવાની શક્યતા છે. કોમ્પ્લેક્સના બી અને ડી બ્લોક તો 90 ટકા તૈયાર થઈ ગયા છે. સ્વિમિંગ માટે તૈયાર થઈ રહેલું એક્વાટિક સ્ટેડિયમ તેના શેપમાં આવી ગયું છે. આ સમાચાર સંપૂર્ણ વાંચવા માટે અહીં ક્લિક કરો ઓલિમ્પિકમાં ખેલાડીઓ કપડાં પહેર્યાં વિના રમવા ઊતરતા:દાનમાં આપેલા પૈસાથી શરૂઆત થઈ; પ્રથમ મહિલા વિજેતાનો જન્મ ભારતમાં થયો હતો પૂર્વે 492 એટલે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પર્શિયાના રાજા ડેરિયસે ગ્રીક શહેર એથેન્સ પર હુમલો કર્યો, પરંતુ તેમનો પરાજય થયો. 6 વર્ષ પછી તેમનું અવસાન થયું. ડેરિયસના અનુગામી ઝેકર્સેસે 2.5 લાખ સૈનિક અને 800 જહાજની નૌકાદળ તૈયાર કરી અને ફરી એકવાર એથેન્સ પર હુમલો કર્યો. આખું શહેર બળી ગયું હતું. એથેન્સના લોકો તેમના જીવન માટે દરિયાઈ માર્ગે ભાગી ગયા. આ સમાચાર સંપૂર્ણ વાંચવા માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments