વડોદરામાં કંપની ચલાવતા માલિક સાથે કામ કરતાં ભાગીદારે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં ભાગીદારે કંપનીમાંથી રાજીનામુ આપી તેઓની હાથ નીચે કામ કરતા અન્ય 16 કર્મચારીઓને પણ રાજીનામું સ્વીકારી કંપનીના નામનો ઉપયોગ કરી ગ્રાહકોને રૂપિયા ટ્રાન્સફર કરાવી રૂપિયા 1.33 કરોડથી વધુની છેતરપિંડી હાજરી હોવાની ફરિયાદ નોંધાય છે. આ અંગે પ્રશાંત દતાત્રેય કિરકિરેએ નોંધાવેલ ફરીયાદ મુજબ અલ્કાપુરી નુતન ભારત ક્લબ સામે પુપ્રેશિયા સેન્ટર ફોર ક્લિનિકલ, એક્સિન્સ નામની લિમિટેડ લાઈબીલીટી પેઢીના નામે વેપાર કરુ છુ. આ સાથે અન્ય એક પેઢી પણ આવેલ છે. આ પેઢીના બંધારણના શરત જણાવ્યા મુજબ કોઈપણ ભાગીદાર પેઢીના કર્મચારીઓ પોતાના આર્થિક ફાયદા માટેનો અલગથી વેપાર કરી શકશે નહિ. આ યુપ્રેક્ષીયા પેઢીનો ઉદેશ ક્લિનિકલ રિસર્ચ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ક્લિનિકલ ડેટા મેનેજમેન્ટનો છે. આ પેઢીનું કામ ઘણી રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કંપની સાથે ચાલુ હોવાથી આ કંપનીઓ અમારી પેઢીની ગુડવીલ તથા પેઢીના વગના કારણે તેઓના કામ અમારી પેઢીને આપતા હતા અને અમારા કંપનીના ભાગીદાર અતોનું દત્તા અમારી પેઢીના તમામ ક્લાયંટ તથા પેઢીની ટેક્નોલોજી વિશે અમારા કંપનીનો ઈ-મેઈલ આઈ.ડી તેઓને આપેલ હતો અને આ ઈમેઈલ આઈડીથી અંતોનું દત્તા અન્ય કંપનીના ગ્રાહકો સાથે તથા રેગ્યુલેટરી સંસ્થાઓ સાથે વાતચીત કરવા ઉપયોગ કરતા હતા. ત્યારબાદ અતોનું દત્તાએ ગઈ તા.28/02/2023 ના રોજ કોઈ પણ કારણ આપ્યા વગર અમારી પેઢીમાંથી રાજીનામું આપી છુટા થયેલ અને ALCEON વિભગ 6 તેઓના હાથ નિચે કામ કરતા 16 કર્મ ચારીઓએ પણ અમારી પેઢી માંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું પરવાનગી વગર સ્વીકારી લીધું હતું. આ સાથે અન્ય એક કર્મચારી હિના ઠકકરે અંતનું દત્તા સાથે પડયંત્ર રચીને રાજીનામું આપતા પહેલા અમારી કંપનીએ આપેલ લેપટોપમાં અમારી કંપનીને છેતરવાનું અને પેઢીના પૈસા ઉચાપાત કરવાનું શરુ કરી દીધું હતું. કંપનીનું બંધારણ હોવા છતાં કંપનીના નામે બે પેઢી ખોલી વેપાર શરૂ કરી દીધો હતો. જેમાં અમારી કંપનીના ઇ-મેલ આઇડી અને ગ્રાહકોને સીધા જ સંપર્ક કરી અને નાણાંની રકમ તેઓના કંપનીમાં ટ્રાન્સફર કરાવી અમારી સાથે છેતરપિંડી આચરી છે. આમ કંપીનના નામનો ઉપયોગ કરી કુલ રૂપિયા 1,33,69,750.82ની છેતરપિંડી આચરી છે. સાથે જોર કર્મચારીઓને લોભામની જાહેરાત આપી તેઓના પણ રાજીનામાં સ્વીકારી લીધા હતા.