back to top
Homeભારતકાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર:કેતસુનના જંગલોમાં અન્ય આતંકવાદી છુપાયા હોવાના સમાચાર;...

કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર:કેતસુનના જંગલોમાં અન્ય આતંકવાદી છુપાયા હોવાના સમાચાર; સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ

કાશ્મીરના બાંદીપોરાના કેતસુન ફોરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને બાંદીપોરાના ચોંટપથરી જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તલાશી દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક આતંકી માર્યો ગયો. જો કે આ વિસ્તારમાં અન્ય આતંકી છુપાયા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. આ પહેલા 2 નવેમ્બરે પણ શ્રીનગરના ખાનયારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. આ અથડામણમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. છેલ્લા 5 દિવસમાં ચોથું એન્કાઉન્ટર
નવેમ્બરની શરૂઆતમાં જ શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. જેમાં 4 જવાન ઘાયલ થયા હતા અને 3 આતંકીઓ માર્યા ગયા હતા. 2 નવેમ્બરે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ જાહિદ રાશિદ તરીકે થઈ હતી. અન્ય એક અરબાઝ અહેમદ મીર હતો. બંનેએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી હતી. બાંદીપોરામાં ચોથું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકવાદીઓનો મદદગાર પણ ઝડપાયો હતો
દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 22RR અને 92 બટાલિયનની સાથે આતંકવાદીઓના એક સહયોગીની પણ ધરપકડ કરી હતી. તેની ઓળખ જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં તુઝાર શરીફના રહેવાસી આશિક હુસૈન વાની તરીકે થઈ છે. પોલીસે તેના કબજામાંથી એક પિસ્તોલ, સાત જીવતા રાઉન્ડ અને એક મેગેઝીન જપ્ત કર્યું છે. ઓક્ટોબરમાં આતંકવાદીઓ દ્વારા 5 હુમલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments