કેનેડામાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરાયેલા હુમલામાં કેનેડાની પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે. કેનેડાની પોલીસનો જ એક અધિકારી ખાલિસ્તાન તરફી પ્રદર્શનમાં સામેલ રહ્યો હતો. આ પીલ રિજનલ પોલીસના અધિકારીની ઓળખ સાર્જન્ટ હરિન્દર સોહી તરીકે થઈ છે. વીડિયોમાં તેને ખાલિસ્તાનના ઝંડા સાથે જોઈ શકાય છે. કેનેડાએ ખાલિસ્તાનીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે. અહેવાલ મુજબ વાયરલ વીડિયોમાં તેની ઓળખની પુષ્ટિ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી તે જૂથનો ભાગ હતો જેણે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હાજર ભક્તો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી હોબાળો ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો છે. કેનેડાના પત્રકારે જ ખોલી હતી પોલ
કેનેડા જ એક પત્રકાર ડેનિયલ બોર્ડમેને અગાઉ ખુલાસો કર્યો હતો કે હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓના હુમલામાં પીલ રિજનલ પોલીસ અધિકારી સાર્જન્ટ હરિન્દર સોહી સામેલ હતો. આ પત્રકારે સાર્જન્ટ હરિન્દર સોહીને સસ્પેન્ડ કરાયો હોવાની વાતને પુષ્ટિ આપતી એક પોસ્ટ ટ્વિટર પર મૂકી છે. પોલીસ પ્રવક્તાએ સોહીની હાજરી હોવાનું સ્વીકાર્યુ
પીલ રિજનલ પોલીસ અધિકારીની ઓળખ સાર્જન્ટ હરિન્દર સોહી તરીકે થઈ છે. વીડિયોમાં તે ખાલિસ્તાનનો ઝંડો લઈને ફરતો જોવા મળ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે સસ્પેન્શન બાદથી સોહીને સતત ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેને સુરક્ષા આપવામાં આવી છે. સોહી 18 વર્ષથી પોલીસ સેવામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, પીલ પોલીસના પ્રવક્તા રિચર્ડ ચીને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા વીડિયોથી વાકેફ છે, જ્યાં તેમનો એક ઑફ-ડ્યુટી અધિકારી પ્રદર્શનમાં સામેલ છે. અહેવાલો અનુસાર, ચિને કહ્યું, ‘અમે વીડિયોથી વાકેફ છીએ, જેમાં અમારા એક ઑફ-ડ્યુટી ઓફિસર વિરોધમાં ભાગ લેતા જોવા મળે છે. આ અધિકારીને કોમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે આ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ માહિતી આપવામાં અસમર્થ છીએ. કેનેડામાં પહેલા પણ થઈ ચુક્યા છે હિન્દુ મંદિરો પર હુમલા
આ શિબિર ભારતીય નાગરિકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાપવામાં આવી હતી. આમાં લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, 1984ના શીખ વિરોધી રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાનીઓ ત્યાં પહોંચ્યા અને લોકો પર હુમલો કર્યો. ભારતીય સમુદાય છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હિંદુ મંદિરો અને સમુદાયના સભ્યોને નિશાન બનાવવાથી ચિંતિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ગ્રેટર ટોરોન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં અન્યત્ર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે.