સુરતના સચિન વિસ્તાર ખાતે સાઈનાથ સોસાયટી ભોલે પાન સેન્ટરની સામે સીટી બસ GJ-05-BX-3919ના બસ ચાલકે બસને પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી રોંગ સાઈડ ઉપર આવીને દેરાણી અને જેઠાણીને અટફેટે લીધા હતા. જેમાં જેઠાણી વિમલાબેનને ગંભીર ઇજાઓ થતા તેમને વેસુખ ખાતે આવેલા મૈત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દેરાણી અરુણાબેનને પણ ઇજાઓ થઈ હતી. સચિન પોલીસે આરોપી બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સ્પોર્ટ્સ બાઈકચાલકે યુવકને અડફેટે લેતા મોત
શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, અજાણી બ્લૂ કલરની સપોર્ટ બાઈક ચાલકે સ્પ્લેન્ડર બાઇક ચાલકને પૂર ઝડપે અડફેટે લીધા હતા, જેના કારણે દુર્ગેશ નામના વ્યક્તિ પોતાની મોટરસાયકલથી નીચે પડી ગયો અને તેના શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન દુર્ગેશનું મોત નીપજ્યું હતું. સ્પોર્ટ્સ બાઈક ચાલક દુર્ઘટના બાદ નાસી ગયો હતો. જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટના બેસતા વર્ષે બની હતી. દુર્ગેશના ઘરે પરિવારના તમામ સભ્યો હાજર હતા. તે સમયે દુર્ગેશ બ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને બપોરે ચારેક વાગ્યા ના અરસામાં ઘરેથી નીકળ્યો હતો. અઝીમને માથામાં ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું
સુરત શહેરના ડુમસ વિસ્તારમાં બે મિત્રો બાઈકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળથી આવેલી અલ્ટો કારે તેમને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. બંને મિત્રોમાંથી અરબાઝને હાથમાં તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે અન્ય મિત્ર પઠાન અઝીમને માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. ટક્કર મારનાર ચાલક 71 વર્ષીય જગદીશ ટીલાજી છે જેમના વિરુદ્ધ પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે. તેઓ પૂજારી છે અને નવસારીથી હજીરા તરફથી એસ.કે. નગર ચાર રસ્તા બાજુ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક જ મોપેડ સ્લીપ થતા મોત નીપજ્યું
લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, કિશનભાઇ નામના વ્યક્તિ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા. અચાનક જ મોપેડ સ્લીપ થઈ જતા તેઓને માથાના ભાગે, હાથના ભાગે તથા પગના ભાગે ઇજાઓ થઈ હતી. જેથી, કિશનભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.