back to top
Homeગુજરાતછેતરપિંડી પ્રકરણ:ચીખલીમાં નિધિ કંપની ઉભી કરી રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી દેનાર...

છેતરપિંડી પ્રકરણ:ચીખલીમાં નિધિ કંપની ઉભી કરી રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી દેનાર પાંચ પૈકી એક જ પરિવારના ત્રણની ધરપકડ

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી, આ કહેવત નવસારીના ચીખલીમાં સાચી ઠરી છે. ઉંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ચીખલીના સમર ગ્રુપે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. લોકોને લોહીના આંસુ રડાવનારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ત્રણને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. વી/ઓ : નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પકડી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે. નવસારીના ચીખલીમાં વર્ષ 2019 માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું. ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી. જેમાં 100 થી વધુ લોકોને દિવસમાં ચાંદ તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરીતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે 100 થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી. પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓ માંથી વિશાલ રાઠોડ, ચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સાગર રાઠોડ અને અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. નવસારી જિલ્લા પોલીસવાડા સુશીલ અગ્રવાલ જણાવે છે કે ચીખલીમાં પાંચ ઠગ બાજોએ ભેગા મળી નિધિ લિમિટેડ કંપની ઊભી કરી રોકાણકારોને લોભ લાલચ આપી ઉંચા વળતર આપવાનો વાયદો કરી કરોડો રૂપિયા તેમની પાસેથી લઈને પાકતી મુદતે પૈસા પરત ન કરતા રોકાણકારો પૈકી એક રોકાણકારે ચીખલીમાં પોલીસ ફરિયાદ કરતા પાંચ પૈકી એક જ પરિવારના ત્રણની ધરપકડ કરવામાં આવી છે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments