{ સ્વામિનાયરાણ સંપ્રદાયનું તીર્થધામ વડતાલ અદ્દભુત ઉજવણીનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 800 વીઘાના વિશાળ ક્ષેત્રમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં વડતાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડતાલમાં દ્વિશતાબ્દિ મહોત્સવની ઉજવણીને લઇને ચાલી રહેલી તૈયારીઓ જોઇને પણ લોકો આભા બની ગયા છે. ભોજન માટે પણ સવિશેષ વ્યવસ્થા : 15 વિશાળ ડોમમાં જિલ્લા પ્રમાણે ભોજન પ્રસાદી હરિભક્તો લેશે
ભોજન પ્રસાદી માટે પણ હરિભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લા પ્રમાણે ડોમની વહેંચણી કરાઇ છે. 15 માંથી 5 ડોમ ટેન્ટ સિટીની બાજુમાં છે. રસોઈ માટે દરરોજ 3 થી 4 ટન શાકભાજી નાસિકથી મંગાવવામાં આવશે. મહોત્સવની શું વિશેષતા છે
{ 800 વીઘા જમીનમાં મહોત્સવ
{ 55 વીઘા જમીનમાં પ્રદર્શન
{ 10 હજાર વાહનોનું પાર્કિગ
{ 26 હજાર લોકો માટે ટેન્ટ
{ દરરોજ 4 ટન શાકભાજીનો વપરાશ
{ 12 હજાર સ્વંયસેવકોની ટીમ
{ 25 લાખથી વધુ શ્રદ્ધાળુ આવવાની શક્યતા
મહોત્સવને ધાર્મિકસ્થાનોમાં અર્પણ કરાશે
{ આ ઉપરાંત મહોત્સવમાં પણ સનાતન ધર્મની એકતાનો સંદેશ અપાશે. અહીં વપરાયેલા બ્લોક્સને આજુબાજુનાં ધર્મસ્થાનોમાં અર્પણ કરાશે. આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં પ્રાથમિક શાળાનું નિર્માણ કરી સરકારને સોંપવામાં આવશે. આ ઉપરાંત અહીં બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક જનહિતની પ્રવૃત્તિ કરવામાં આવશે.