આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે આ વર્ષે અલનીનોની અસરને પગલે શિયાળો થોડો મોડો શરૂ થશે. હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. જો કે, ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. પાટીલનો પાવર ઉતારવાનો છેઃ માવજી પટેલ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે. દરેક ઉમેદવાર જોરશોરથી પ્રચારમાં લાગેલા છે. એવામાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે સી.આર પાટીલ સામે હુંકાર ભર્યો છે. માવજી પટેલે પ્રચાર દરમિયાન કહ્યું કે, પાટીલનો પાવર ઉતારવાનો છે. ST વિભાગે રૂપિયા 5.93 કરોડની કમાણી કરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે દિવાળીના તહેવારોમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તારીખ 26થી 30 ઓક્ટોબર સુધીમાં ST વિભાગને રૂપિયા 5.93 કરોડની આવક થઈ છે. સુરત એસ.ટી. વિભાગને 2.56 કરોડની જ્યારે રાજકોટ એસ.ટી. વિભાગને અઢી કરોડથી વધુની આવક થઈ છે.
સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો અમરેલીના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો. સાંજના સમયે સિંહણ વાડી વિસ્તારમાંથી બાળકીને જડબામાં ઝકડીને દુર લઇ ગઇ હતી. જે બાદ વન વિભાગ દ્વારા બાળકીની શોધ કરતા બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા. અમદાવાદમાં છઠ્ઠ પૂજાની તડામાર તૈયારીઓ આગામી 7મી નવેમ્બરે છઠ્ઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો ઉજવણી કરશે. જેને લઈ અમદાવાદમાં છઠ્ઠ પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સાબરમતી નદીના કિનારે છઠ્ઠ પૂજા કરવા માટે છઠ્ઠ પૂજા ઘાટની સાફ-સફાઈ કરવામાં આવી છે. વિસનગરમાં હોર્ન વગાડવા મુદ્દે જૂથ અથડામણ મહેસાણા જિલ્લાના વિસનગરના કમાણા ખાતે હોર્ન વગાડવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની. હિંસા પર ઉતરેલા ટોળાએ વાહનો, પંચાયતના પાણીના નળ તેમજ મંદિરની વાડીમાં તોડફોડ કરી હતી. પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. વડોદરામાં નજીવી બાબતે બે જૂથ આમને-સામને વડોદરાના નવા બજારમાં એક અકસ્માતના કારણે ધીંગાણું જામ્યું. બાળકની સાયકલ થાંભલા સાથે અથડાવા મામલે સામાન્ય બોલાચાલી થઈ. જે બાદ ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દોડતી થઇ ગઈ. પોલીસે મામલો શાંત પાડીને બબાલ કરનારા 5થી વધુ લોકોની અટકાયત કરી.