back to top
Homeગુજરાતબૂટલેગરની ગાડી રોકવા જતા PSIનું મોત:દસાડા પાસે SMCના PSIએ દારૂ ભરેલી ગાડી...

બૂટલેગરની ગાડી રોકવા જતા PSIનું મોત:દસાડા પાસે SMCના PSIએ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા મોત

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું છે. પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. બે પોલીસ કર્મીને ઇજા પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણ (ઉં.વ.50)ને અકસ્માત થતા પ્રાથમિક સારવાર માટે વિરમગામ લાવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ છે. સાથેના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત (રહે. અમદાવાદ) અને કૃષ્ણદેવસિંહ જાડેજા (રહે. રાજકોટ)ને પણ ઇજા થઈ છે. જે બાબતે દસાડા પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત જાણવા જોગ.04/2024 દાખલ કરેલ છે. PSIનો મૃતદેહ અમદાવાદ તેના નિવાસસ્થાને લવાયો
PSI પઠાણના મૃતદેહને ઘરે લાવવા આવ્યો છે. પરિવારના સભ્યો અને પોલીસ કર્મચારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના ભાઈ આજે સવારે જ ફરવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના ભાઈ ચંદીગઢથી પરત આવી રહ્યા છે. ત્યારબાદ અંતિમક્રિયા કરવામાં આવશે. કેવી રીતે બનાવ બન્યો?
સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે.એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઊભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાયેલ નહીં. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા. દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. PSI અમદાવાદના જુહાપુરામાં રહે છે
મૃતક PSI અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્ની છે. જે તેમની સાથે રહેતા હતા. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ચૂનંદા અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. ગુજરાતમાં દારૂની હેરફેર સતત થતી હોવાના આ પૂરાવા છે. જેમાં પોલીસકર્મી પોતાના જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે બુટલેગરના લીધે પરિવારનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉ ASI પર દારૂ ભરેલી ગાડી ચડાવી દીધી હતી
થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ASI બળદેવ નીનામાએ દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા ત્યારે બૂટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં ASI બળદેવ નીનામાનું મોત થયું હતું. આ અંગે કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આરોપી પણ ઝડપાઇ ગયા હતા. આરોપીની તપાસ દરમિયાન કોલ ડિટેઇલમાં બૂટલેગર સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આ જ રીતે વિરમગામમાં પણ થયેલા આ બનાવમાં બૂટલેગરની તપાસમાં પોલીસ કર્મચારીઓનાં નામ ખૂલે તેવી પૂરી શક્યતા છે. પોલીસ તરફથી કરવામાં આવેલી સ્પષ્ટતા
અકસ્માત સમયે PSI જાવેદ પઠાણના ભાઈ ફિરોઝની હાજરી અંગે મીડિયાની પૂછપરછના જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ફિરોઝ હાલ ચંદીગઢમાં છે અને ગુજરાતમાં હાજર નહોતો. તેઓ આજે 12 વાગ્યે અમદાવાદની ફ્લાઈટમાં બેસી અમદાવાદ આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments