back to top
Homeબિઝનેસમંજુરી મળ્યા બાદ ફ્લાઈટમાં Wifiનો ઉપયોગ કરી શકાશે:ઈન્ડિયન એર સ્પેસમાં 3,000 મીટરની...

મંજુરી મળ્યા બાદ ફ્લાઈટમાં Wifiનો ઉપયોગ કરી શકાશે:ઈન્ડિયન એર સ્પેસમાં 3,000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી આ સુવિધા મળશે

સરકારે સોમવારે કહ્યું કે મંજુરી મળ્યા બાદ ફ્લાઇટમાં મુસાફરો વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે. વિમાન ઈન્ડિયન એર સ્પેસમાં 3,000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર તરફથી આ સ્પષ્ટતા નવા ફ્લાઇટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી (અમેન્ડમેન્ટ) નિયમો, 2024 હેઠળ આવી છે. ​​​​​​​ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મુજબ હવે હવાઈ મુસાફરો ફ્લાઈટ દરમિયાન wifiથી ઈન્ટરનેટ સેવા મેળવી શકશે. જો કે, ફ્લાઇટ દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી જ Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રાઉન્ડ ટેલિકોમ સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે. ભારત સરકારનો આ આદેશ માત્ર ઈન્ડિયન એર સ્પેસ​​​​​​​માં હવાઈ મુસાફરો માટે માન્ય છે.. હવે નવા નિયમ મુજબ, આ ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવા ત્યારે જ આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રોનિક ડિવાઈસોના ઉપયોગની મંજૂરી આપશે. કેપ્ટનને ફ્લાઇટમાં Wi-Fi ચાલુ કે બંધ કરવાનો અધિકાર છે ફ્લાઇટ કેપ્ટન પાસે Wi-Fi ચાલુ અથવા બંધ કરવાનો અધિકાર હશે. તેમજ જ્યારે એરક્રાફ્ટ સ્ટેબલ સ્પીડ પર હશે ત્યારે જ Wi-Fi ચાલુ રહેશે. તેમજ, તેને ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન બંધ રાખવું પડશે. ઉડ્ડયન ક્ષેત્રમાં ઈન્ડિગોનો હિસ્સો સૌથી વધુ છે ઑગસ્ટ 2024ના ડેટા અનુસાર, ઉડ્ડયન ક્ષેત્રમાં 62.4% હિસ્સા સાથે ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે. જ્યારે, એર ઈન્ડિયા બીજા સ્થાને, વિસ્તારા ત્રીજા સ્થાને અને AIX કનેક્ટ ચોથા સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments