અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે મતદાન શરૂ થયું. 6 નવેમ્બર બુધવારે સવારે 9 વાગ્યા સુધીમાં લગભગ તમામ 50 રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ જશે. રાજ્યોમાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ મતગણતરી શરૂ થશે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં છે. કમલા હેરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ 2017થી 2021 સુધી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ કે કમલાને 270 સીટો જીતવી જરૂરી છે. 12 મિનિટમાં પ્રથમ પરિણામો
ન્યૂ હેમ્પશાયરમાં મતદાન શરૂ થયાની માત્ર 12 મિનિટમાં પરિણામો આવ્યા. અહીં માત્ર 6 મત હતા. જેમાંથી 4 રિપબ્લિકન પાર્ટીના રજિસ્ટર્ડ મતદારો છે. તેમ છતાં રિપબ્લિકન પાર્ટીને 3 અને ડેમોક્રેટિક પાર્ટીને 3 વોટ મળ્યા. રિપબ્લિકનનો એક મતદાર પલટી ગયો. US ચૂંટણી, 3 અપડેટ્સ 1. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ તેના પરિવાર સાથે ફેમિલી ડિનરમાં હાજરી આપશે. તેમણે આ માહિતી એક રેડિયો શો દરમિયાન આપી. 2. ડેમોક્રેટ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ફ્લોરિડામાં પોતાનો મત આપ્યો. 3. દક્ષિણ ભારતમાં લોકો ભારતીય મૂળની કમલા હેરિસની જીત માટે પૂજા કરી રહ્યા છે. યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં કેવી રીતે મતદાન થઈ રહ્યું છે તે જોવા માટે જુઓ વીડિયો…